રાજકોટ: સૌરાષ્ટ્રના ટોલ પ્લાઝા છેલ્લા ઘણા સમયથી વિવિધ વિષયો પર પ્રખ્યાત છે જેમાં રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર આવેલા ટોલનાકાઓ ઘણી વખત વિવાદમાં આવતા હોય છે ત્યારે આવો જ એક વિવાદ પીઠડીયા ટોલ પ્લાઝા પર આવેલો છે કે જે ટોલ પ્લાઝા પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે પર જેતપુર તાલુકાના પીઠડીયા ગામ પાસે આવેલ છે ત્યારે આ ટોલ પ્લાઝા પર મારામારી થઈ હોવાની બાબત સામે આવતા સમગ્ર પંથક ની અંદર ફરી વખત ટોલ પ્લાઝા ના વિવાદને લઈને ચર્ચા અને વિવાદનો દોર શરૂ થયો છે.
ટોલ પ્લાઝા પર કાર ચાલક અને ટોલકર્મી વચ્ચે બબાલ, CCTVમાં કેદ થઈ માથાકૂટ - Fight at toll plaza - FIGHT AT TOLL PLAZA
પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલા જેતપુર તાલુકાના પીઠડીયા ગામ પાસે આવેલ પીઠડીયા ટોલ પ્લાઝા પર મારામારીનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. જાણો વિગતો આ અહેવાલમાં. Fight at pithadiya toll plaza
![ટોલ પ્લાઝા પર કાર ચાલક અને ટોલકર્મી વચ્ચે બબાલ, CCTVમાં કેદ થઈ માથાકૂટ - Fight at toll plaza વાહન ચાલક અને ટોલ કર્મી વચ્ચે બબાલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-08-2024/1200-675-22192420-thumbnail-16x9-jpg.jpg)
Published : Aug 13, 2024, 11:40 AM IST
|Updated : Aug 13, 2024, 1:12 PM IST
પીઠડીયા ટોલ પ્લાઝા પર અનેક બાબતોની ઝપાઝપી તેમજ માથાકૂટો થતી હોય છે જેમાં વધુ એક ઉમેરો થતાં પીઠડીયા ટોલ પ્લાઝાના કર્મચારીને માર મારવામાં આવ્યો હોવાની એક બાબત સામે આવી છે. માથાકૂટ અને મારામારીની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે ત્યારે આ ઘટના બાદ મારામારીની ઘટના બાદ ટોલ પ્લાઝાના કર્મચારીને હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં પોલીસે તેમના નિવેદન નોંધવા માટેની પણ કામગીરી હાથ ધરી હતી.
ટોલ પ્લાઝાની ઈમરજન્સી લાઈનમાં એમ્બ્યુલન્સ આવતી હતી તે લાઈનમાં એક ગાડી વચ્ચે આવી હતી. આ ગાડીને સાઈડમાં લેવાનું કહેતા અમુક વ્યક્તિઓ તેમાંથી ઉતરી ગયા હતા અને મારપાટી કરવા લાગ્યા હતા. જેના પગલે સ્ટાફે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એ લોકોએ કેમેરામાં દેખાય તે રીતે પણ માર મારેલ હતો. સ્ટાફના અન્ય લોકો તેમને છોડાવવા આવ્યા ત્યારે ખ્યાલ આવેલ કે માથાકૂટમાં સ્ટાફના વ્યક્તિને લાગેલ છે જેને વીરપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવેલ હતો જે બાદ સ્થાનિક પોલીસને પણ આ બાબતે જાણ કરી દીધી હતી જે બાદ પોલીસ પણ હાલ કાર્યવાહી કરી રહી છે. -હસમુખ ગઢવી, મેનેજર,ટોલ પ્લાઝા-પીઠડીયા