ગુજરાત

gujarat

ETV Bharat / state

Bharat Bandh: ખેડૂત સંગઠને આપેલા ભારત બંધના પડઘા ગુજરાતમાં પણ પડ્યા, રાજકોટ-સુરતમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન - Rajkot

નવેમ્બર 2020થી લઈને 13 મહિના સુધી કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી કાયદા દૂર કરવા ખેડૂતોએ આંદોલન કર્યુ હતું. આજ દિવસ સુધી આ માંગણીઓ પૂર્ણ ન થઈ હોવાથી ખેડૂત સંગઠને 16 ફેબ્રુઆરીના રોજ ભારત બંધનું એલાન કર્યુ હતું. જેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. ગુજરાતના અનેક ગામો અને શહેરોમાં ખેડૂતોએ દેખાવો યોજ્યા હતા. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Farmer Protest Bharat Bandh Surat Rajkot

ખેડૂત સંગઠને આપેલા ભારત બંધના પડઘા ગુજરાતમાં પણ પડ્યા
ખેડૂત સંગઠને આપેલા ભારત બંધના પડઘા ગુજરાતમાં પણ પડ્યા

By ETV Bharat Gujarati Team

Published : Feb 16, 2024, 9:25 PM IST

અમદાવાદઃ 4 વર્ષ અગાઉ કેન્દ્ર સરકારે ખેડૂતો માટે 3 નવા કાયદા બનાવ્યા હતા. ખેડૂતોએ આ કાયદાને કાળા કાયદા ગણાવી વિરોધ કર્યો હતો. ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનની નોંધ સમગ્ર વિશ્વમાં લેવામાં આવી હતી. 13 મહિનાની લડત બાદ કેન્દ્ર સરકારે ખેડૂતો આગળ નમવું પડ્યું હતું અને ખેડૂતોનો વિજય થયો હતો. કેન્દ્ર સરકારે લેખિત સમજૂતિ કરી માંગણીઓ પૂરી કરવાનું વચન આપ્યું હતું. જો કે આ વચન આજ દિવસ સુધી પૂર્ણ કર્યુ ન હોવાથી ખેડૂત સંગઠને 16 ફેબ્રુઆરીના રોજ ભારત બંધનું એલાન કર્યુ હતું. આ બંધને સફળ બનાવવા ગુજરાતના સુરત અને રાજકોટમાં પણ ખેડૂતોએ રેલી કાઢી સમર્થન આપ્યું હતું.

ઉપલેટામાં રેલી કાઢી આવેદન પત્ર અપાયું

સુરત: દેલાડ ગામે ખેડૂતો પોતાની વિવિધ માંગને લઈને ભારત બંધનું એલાન આપ્યું હતું. ભારતના ખેડૂતો દ્વારા એમ.એસ.પી કાયદો બનાવી લાગુ કરવા, ખેડૂતો અને ખેતમજૂરોને પેંશન આપવા, જમીન સંપાદન કાયદો 2013 નો સુધારો રદ કરવા, ખેડૂતોના દેવા માફ કરવા,ખેતીમાં વપરાતા સાધનો અને ઓજારો ઉપર ટેક્ષ દૂર કરવા, ખેડૂતો ઉપર કરવામા આવતા અત્યાચાર બંધ કરવા, કૃષિ યુનિવર્સિટીનું ખાનગી કરણ બંધ કરવા સહિતની માગોને લઈ આપવામાં આવેલ "ભારત બંધ" ના એલાનનાં સમર્થમાં શાંતિ પૂર્વક ખેડૂત સમાજ દ્વારા ધરણા કરે તે પેહલા જ ઓલપાડ પોલીસે તમામ ને ડિટેન કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.

ઓલપાડ પોલીસે આંદોલન કર્તાઓને ડિટેન કર્યા

રાજકોટ: ઉપલેટા શહેરમાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા ગામડાઓ બંધ અને શ્રમિક હડતાલ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ઉપલેટાના ખેડૂત આગેવાનો, ખેડૂતોએ વિવિધ પડતર પ્રશ્નોની માંગને લઈને શહેરના મુખ્ય માર્ગો પર બેનરો અને સૂત્રોચાર સાથે વિશાળ રેલી કાઢી હતી. રેલી બાદ ઉપલેટા મામલતદાર કચેરી ખાતે ખેડૂત આગેવાનોએ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન પત્ર પાઠવ્યું હતું.

ખેડૂતોની સમસ્યાઓઃ ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને પાઠવવામા આવેલ આ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત દેશના કરોડો ખેડૂતો પોતાના હકક અધિકાર માટે આંદોલનને માર્ગે જઈ રહ્યાં છે. ખેતીથી કરોડો ખેડૂતો અને ખેત મજૂરોને રોજગારી મળી રહી છે. આજના સમયમાં ખેતી અનેક સમસ્યાઓથી ઘેરાયેલ છે. ખેતીને અતિવૃષ્ટિ, દુષ્કાળ, વાવાઝોડા જેવી કુદરતી આફતોથી નુકશાન થઈ રહ્યું છે. તેને લઈ પાક નિષ્ફળ થાય છે. આ ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા બિયારણ, રાસાયણીક ખાતર, જંતુનાશક દવા, ડીઝલ અને ખેત ઓજારોમાં બેફામ ભાવ ધાવરા થયા છે. તેને લીધે ખેતી ખર્ચ ખૂબ જ વધી ગયો છે. ખેડૂત પરિવારોને જીવન જરૂરી વીજળી, પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સેવાઓ મોંથી હોવાથી પોષાતી નથી.

Bharat Bandh By Farmer: બજારો બંધ કરાવે એ પહેલા દેલાડ ગામેથી ખેડૂત આગેવાનોની પોલીસે અટક કરી

ABOUT THE AUTHOR

...view details