પોરબંદર:રાજ્યમાં જાણે કે, નકલીનો રાફડો ફાટ્યો હોય તેમ નકલી કચેરી, નકલી ડોક્ટર, નકલી જજ, નકલી IPS, નકલી PSI અત્યાર સુધીમાં ઝડપાઈ ચુક્યા છે. ત્યારે આવા કિસ્સાઓમાં વધુ એક નકલીનો કિસ્સો ઉમેરાયો છે. આ વખતે નકલી આર્મીમેન ઝડપાયો છે.
આર્મીના ડ્રેસમાં સીન સપાટા ભારે પડ્યાં
પોરબંદર પોલીસે ચોપાટી પરથી ઈન્ડિયન આર્મીનો ડ્રેસ પહેરીને ફરતા 30 વર્ષના એક યુવાનને ઝડપી પાડ્યો હતો. આ યુવાનનું નામ સંજય ચનાભાઈ ડોડીયા હોવાનું અને મુળ કુતિયાણાના સેગરશ ગામનો વતની અને હાલ રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું છે. સંજય ડોડીયાનું આર્મીમાં જવાનું સપનું પૂર્ણ ન થતાં તે સીન સપાટા માટે આર્મીના ડ્રેસ પહેરતો હોવાનું જણાઈ આવ્યું હતું, હાલ પોલીસે આ શખ્સને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે કરાવ્યું કાયદાનું ભાન: હાલ તો પોલીસે આર્મીના ડ્રેસમાં ફરતા આ નકલી આર્મીમેન સામે ભારત સરકારની આર્મી સેવામા પોતે સૈનીક ન હોવા છતા સૈનીક છે- એવું માનવામા આવે એવા ઈરાદાથી યુનિફોર્મ પહેરીને જાહેરમાં મળી આવ્યો હતો. પોરબંદર ચોપાટી ખાતે બનેલી આ ઘટના અંગે કમલાબાગ પોલીસ સ્ટેશન ઓફિસર એસ.આર.મકવાણાએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 168 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તાપી જિલ્લાનો રાહુલ વસાવા નામનો યુવક નકલી પોલીસ બનીને ફરતો ઝડપાયો (Etv Bharat Gujarat) અમરેલીમાંથી ઝડપાયો હતો નકલી જમાદાર: ગત 20મી નવેમ્બરે અમરેલી જિલ્લામાં એલસીબી દ્વારા નકલી પોલીસ બની ફરી રહેલા એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો. જિલ્લા એલસીબી દ્વારા રાહુલ વસાવા નામના તાપી જિલ્લાના યુવકને નકલી પોલીસ બનીને ફરતા ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા આરોપી પાસેથી ગુજરાત પોલીસનો યુનિફોર્મ, બેલ્ટ, શુઝ તેમજ અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો, એલસીબીના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન અમરેલી શહેરમાં આવેલા બસ સ્ટેન્ડ વિસ્તારમાં નકલી પોલીસ બની આ યુવક ધાક જમાવી રહ્યો હોવાની માહિમળી હતી. જેના આધારે અમરેલી જિલ્લા એલસીબી દ્વારા યુવકને ઝડપી લેવામાં આવ્યો અને તેની પૂછપરછ કરતા નકલી પોલીસ હોવાનું સામે આવતા સીટી પોલીસને આરોપીને સોંપવામાં આવ્યો હતો.
આ અગાઉ જુનાગઢમાંથી ઝડપાયો હતો નકલી કેપ્ટન પ્રવીણ સોલંકી (Etv Bharat Gujarat) આ પહેલાં જૂનાગઢમાંથી ઝડપાયો હતો નકલી આર્મી મેન
ગત 6 નવેમ્બરના રોજ જુનાગઢ શહેરમાંથી પ્રવીણ સોલંકી નામનો નકલી આર્મીનો કેપ્ટન પોલીસના હાથે ચઢ્યો હતો. અગાઉ આર્મીના કેમ્પમાં લેબરકામ કરી ચૂકેલો આ આરોપી પ્રવીણ સોલંકીએ લોકોને રેલવેમાં લોકો-પાયલોટ તરીકે નોકરી આપવાના બદલામાં મોટી રકમની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસની પકડમાં આવેલા નકલી કેપ્ટન પ્રવીણ સોલંકી બેરોજગાર હોવાને કારણે અગાઉ આર્મી કેમ્પમાં લેબર કામ કરવા માટે જોડાયો હતો. ત્યારબાદ તે કોઈ પણ યુક્તિ પ્રયુક્તિથી આર્મીની કેપ્ટન રેન્કનું યુનિફોર્મ પહેરી ફરતો હતો તેમજ તેણે આર્મીનું એનએસએનું ખોટું આઈકાર્ડ પણ બનાવ્યું હતું. ઉપરાંત તેણે સંસદ ભવનમાં નોકરી કરતો હોય તેવી પણ લોકોને વિગતો આપી હતી. આમ ખોટી વિગતો આપીને નકલી કેપ્ટન પ્રવીણ સોલંકી લોકોને રેલવેમાં લોકો-પાયલોટની નોકરી અપાવવાના બદલામાં ખૂબ મોટી રકમની છેતરપિંડી પણ કરી રહ્યો હતો.
- પોલીસ સિવિલ ડ્રેસમાં... આરોપી પોલીસ ડ્રેસમાં... અમરેલીમાં ખરો ખેલ
- લ્યો બોલો... હવે નકલી આર્મી કેપ્ટન ! જૂનાગઢમાં પણ શરૂ થયો નકલીનો સિલસિલો...