ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર કાળીયાબીડ પાણીની ટાંકીનું પાણી અશુદ્ધ છતાં વિતરણ? મહાનગરપાલિકા શું કર્યું અને હવે શું જાણો - Drinking water problem - DRINKING WATER PROBLEM

ભાવનગર મહાનગરપાલિકાની 1982માં બંધાયેલી પાણીની ટાંકીનો ઉપરનો ભાગ તૂટી જતા બે વર્ષથી આમ છતાં પાણી વિતરણ કરાય છે. ટાંકીમાં પાણી તો શુદ્ધ આવે છે પણ લોકોના ઘરે પહોંચતા પહેલા અશુદ્ધ થઈ જાય છે ? જાણો શું છે સ્થિતી. - Drinking water problem

ભાવનગર કાળીયાબીડ પાણીની ટાંકી
ભાવનગર કાળીયાબીડ પાણીની ટાંકી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 20, 2024, 9:06 AM IST

ભાવનગરના લોકોને અપાય છે દુષિત પાણી? (Etv Bharat Gujarat)

ભાવનગરઃભાવનગરની કાળિયાબીડની પાણીની ટાંકીનો ઉપરનો બાંધેલો સ્લેબનો ભાગ બે વર્ષ કરતા વધુ સમયથી તૂટેલો છે. નેટ બાંધીને પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે. શુદ્ધ પાણી ટાંકીમાં આવ્યા બાદ ઉપરનો ભાગ ખુલ્લો હોવાથી અશુદ્ધ થવાની શક્યતા વચ્ચે પણ પાણી હજારોની આપવામાં આવી રહ્યું છે. આગળ મનપાએ શુ પગલાં ભર્યા અને ક્યાં સુધી લોકોને આ પ્રકારે પાણી મળશે જાણો.

છેલ્લા બે વર્ષથી અંદાજીત ખુલ્લી ટાંકીમાંથી અપાય છે પાણી

ભાવનગર કાળીયાબીડ પાણીની ટાંકી (Etv Bharat Gujarat)

ભાવનગર મહાનગરપાલિકાના સીટી એન્જીનીયર સી સી દેવમુરારીએ જણાવ્યું હતું કે અગાવ દિલબહાર ઇએસઆરનું બાંધકામ 1982માં કરવામાં આવ્યું હતું.એનો જે ડોમ હોયને એનો અમુક ભાગ ખુલ્લો થઈ જતા, ટાંકીનો કોઈ પ્રશ્ન નથી. ટાંકીનું બાંધકામ તો મજબૂત જ છે અને ડોમ છે પણ એમાં જે પાણી હોય છે, એ તો ક્લિયર વોટર જ હોય છે અને ક્લિયર વોટર જ પાણી સપ્લાય કરવામાં આવે છે,છતાં પણ આપણે આમાં નેટથી એને કવર કરેલું છે. થોડો ઘણો ભાગ જો ખુલ્લો થઈ ગયો હશે તો વિભાગને સુચના આપેલ છે અને એ વિભાગ કાર્યવાહી કરી રહ્યો છે એ ભાગને ઢાંકી દેવામાં આવશે.

ભાવનગર કાળીયાબીડ પાણીની ટાંકી (Etv Bharat Gujarat)

નવી ટાંકીનું નિર્માણ કરોડોના ખર્ચે
સીટી એન્જીનીયર સી સી દેવમુરારીએ જણાવ્યું હતું કે બીજી વાત કે આ ટાંકીના વિકલ્પે બાજુમાં જ બીજી ટાંકીનું ઇએસઆરનું બાંધકામ થઈ રહ્યું છે અને આ બાંધકામ કામ 55 ટકા પૂર્ણ થયું છે, 4.50 કરોડના ખર્ચે નવી ટાંકીનું બાંધકામ કરવાનું છે. હજુ આ ટાંકીનું કામ પૂર્ણ થતાં વર્ષ કે દોઢ વર્ષ થવાની સંભાવનાઓ છે. ત્યા સુધી ત્રણ વિસ્તારના લોકોને હાલની રીતે પાણી વિતરણ કરવામાં આવનાર છે.

ભાવનગર (Etv Bharat Gujarat)

કેટલા લોકોને અપાય છે ટાંકીમાંથી પાણી

''આપણે 16 MLD પાણી વિતરણ કરવામાં આવે છે અને અંદાજિત 75 થી 90,000 ની વસ્તીને આપણે પાણી વિતરણ કરી રહ્યા છે, કાળિયાબીડ, હિલદ્રાઇવ પછી સિંધુનગર વિસ્તારને પાણી ગીતરણ કઈ રહ્યા છીએ. આરોગ્યની જેને કાળજી લેવાની છે તેની અણઆવડતના પગલે અને પૂર્વ સાવચેતી કે બેદરકારીના કારણે લોકોને શુદ્ધ થઈ ગયેલું પાણી અશુદ્ધ થવાની સંભાવનાઓ વચ્ચે વિતરણ થઈ રહ્યું છે'' સી.સી.દેવમુરારી, સીટી એન્જીનિયર

  1. ભાભરમાં જુગારીયાઓ પર પોલીસ ત્રાટકી, અલગ અલગ રેડમાં 24 શકુનીઓ ઝડપાયા, જાણો કોણ કોણ પકડાયું - Sharavan Month Gambling
  2. સુરતના પ્રખ્યાત વી.આર મોલને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી - Surat Crime News

ABOUT THE AUTHOR

...view details