મોરબી: મોરબીના મચ્છુ નદીના પટમાં ગેરકાયદે બાંધકામ અંગે વિવાદ થયા બાદ તંત્ર દોડતું થયું હતું. અને નોટીસ ફટકારવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કલેકટરે તપાસના આદેશ આપ્યા હતા. જેમાં ગેરકાયદે બાંધકામ સામે આવ્યું હતું અને આ બાંધકામ હટાવવા આદેશ કર્યા હતા. જોકે હજુ વિવાદિત બાંધકામ યથાવત જોવા મળી રહ્યું છે ત્યારે પાલિકા તંત્રએ ફરી વખત નોટીસ ફટકારી છે.
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે BAPS સ્વામીનારાયણ મંદિરના વહીવટકર્તા ભરતભાઈ ભગવાનજીભાઈ બોપ્લીયા, નરેન્દ્રભાઈ દામજીભાઈ વડાવીયા, અતુલ ચંદુલાલ ઘોડાસરા, હરેશ દેવરાજ વામજા, પ્રવીણભાઈ જીવરાજભાઈ ક્કાસણીય, જીતેશ પ્રભુભાઈ ચારોલા, રમેશ હરજીભાઈ પાંચોટિયા, દિનેશચંદ્ર રેવાભાઈ નાયગપરા, વિઠ્ઠલભાઈ લવજીભાઈ ગોધાણી, મનહરલાલ શિવલાલ ફેફર, અરવિંદભાઈ સુંદરજીભાઈ જીવાણી એમ 12 આસામીઓને નોટીસ ફટકારી છે. જેમાં જણાવ્યું છે કે આપને નદીના પટમાં થયેલ ગેરકાયદે બાંધકામ દિન 2 માં સંસ્થાના ખર્ચે દુર કરવાની કામગીરી શરુ કરવા સુચના આપવામાં આવેલ છે. છતાં નદીના પટમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ આજદિન સુધી દુર કરવાની કોઈપણ કાર્યવાહી ના કરી ઘોર બેદરકારી દાખવી છે.
૩૦ મીટરમાં કોઈ બાંધકામ ન કરી શકે છતાં પણ થયું:સરકારની જોગવાઈઓ મુજબ વોટરબોડી લાઈનના કંટ્રોલ લાઈન 30 મીટરમાં કોઈપણ બાંધકામ કરવાનું ના હોય છતાં નદીના પટથી 30 મીટરની અંદર કંટ્રોલ લાઈનમાં ગેરકાયદેસર બાંધકામ આપના દ્વારા કરેલ છે. કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગના અહેવાલ મુજબ નદીના પટમાં થયેલ બાંધકામ મુજબ અચાનક વધુ વરસાદ થાય ત્યારે નદીના વહેણને અસર થાય અને વરસાદના વહેણનો અવરોધ થવાથી પુર જેવી સ્થિતિ થાય. ત્યારે આજુબાજુના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના લીધે, ભારે જાનહાનીને નુકશાન થવાની સંભાવના રહેલ છે.
તાત્કાલિક બાંધકામ દુર કરવા આદેશ કરાયો: જેથી નોટીસ આપી જણાવવામાં આવે છે કે મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં મોજે મોરબી ગામના સર્વેમાં થયેલ તમામ ગેરકાયદેસર બાંધકામ તમારા દ્વારા તાત્કાલિક દૂર કરવા જણાવવામાં આવે છે અને જો દુર કરવામાં નહિ આવે તો કોઈપણ જાનહાની થાય તેની જવાબદારી આપની રહેશે જેની ગંભીરતાથી નોંધ લેવા જ જીલ્લા કલેકટર કે બી ઝવેરી એ જણાવ્યું છે.
- ભુજના સનરાઈઝ એપાર્ટમેન્ટ પર વીજળી પડી, છત કડડભૂસ થતા દોડધામ મચી - Kutch weather update
- વાંકાનેરના કોઠી ગામે કરાયેલ હત્યાના પ્રયાસના કેસમાં આરોપીને 10 વર્ષની કેદ અને દંડ ફટકારાયો - Morbi News