અમદાવાદ:અમદાવાદની 19 વર્ષની રિયાસિંઘાએ આખા દેશનું નામ રોશન કર્યું છે. રિયા સિંઘા રાજસ્થાનના જયપુરમાં યોજાયેલ સ્પર્ધામાં મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે. રિયા સિંઘાએ મોડલિંગની દુનિયામાં 2020માં પગ મુક્યો ત્યારે તેણે 16 વર્ષની ઉંમરે દીવા મિસ્ટીન ગુજરાતીનો ખિતાબ જીત્યો હતો.
રિયા સિંઘાએ જેના કારણે મિસ યુનિવર્સ ટીન ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો તેના જવાબમાં રિયા સિંઘાએ કહ્યું કે.'મેં અહલિયાબાઈનું નામ લીધું અને સમાજમાં તેમની સેવાઓ વિશે જણાવ્યું.'
રિયા સિંઘા સાથે ETV Bharatની એક્સકલુસિવ વાતચીત (ETV Bharat Gujarat) તેમના આ સફર દરમિયાનના સંઘર્ષ વિશે વાત કરતા રિયા સિંઘાએ કહ્યું કે, "ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી, મને આ તાજ મળ્યો. મેં કેટલીક વખત વિચાર્યું કે મારે આ ક્ષેત્ર છોડી દેવું જોઈએ. હું રાત્રે ઊંઘી શકતી ન હોતી. મેં તેના માટે દિવસ-રાત મહેનત કરી, લોકોએ મને ઘણી વાર કહ્યું છે કે મારે આ ક્ષેત્ર છોડી દેવું જોઈએ, પરંતુ મેં હાર ન માની અને હું અડી રહી, જેના કારણે આજે દુનિયા મને મારા નામથી ઓળખે છે.'
તેણે વધુમાં કહ્યું કે, આ ઈન્ડસ્ટ્રીમાં અનેક એવા કિસ્સાઓ, અનેક અકસ્માતો કે ઘણી એવી ઘટનાઓ બને છે કે જેમાં લોકોના જીવ પણ જાય છે, પરંતુ મેં હિંમત બનાવી રાખી, તેથી હું લોકોને એક સંદેશ આપવા માંગુ છું કે જો તમે કોઈ સપના જુઓ છો તો સારૂં પણ બીજી વ્યક્તિ કોઈ સપનું જોવે, તો એને પુરા કરવા દો. એના માટે અડચણો ઊભી ન કરો.
તમણે આગળની તૈયારી અંગે કહ્યું કે, હું મારું સર્વશ્રેષ્ઠ આપીશ, હવે હું સમગ્ર ભારતને વચન આપી શકું છું, હું સંપૂર્ણ મહેનત અને પ્રેક્ટિસ સાથે ભારતનું પ્રતિનિધિત્વ કરીશ.'
- ભૂલ ભુલૈયા 3 ટીઝર : 'રુહ બાબા' ના રુવાડા ઉભા કરશે 'મંજૂલિકા' નો ખૌફ, કાર્તિક સાથે દેખાઈ 'ભાભી 2' - Bhool Bhulaiyaa 3 Teaser