નવી દિલ્હીઃ ચૂંટણી પંચે રાજ્યસભાના જે સભ્યોની ટર્મ એપ્રિલ 2024માં પૂર્ણ થઈ રહી હોય તેવી બેઠકો માટે ચૂંટણી જાહેર કરી છે. એપ્રિલ 2024માં 15 રાજ્યોના કુલ 56 રાજ્યસભા સભ્યો રીટાયર થઈ રહ્યા છે. જેમાંથી ગુજરાતના રાજ્યસભાના કુલ 4 સભ્યોની ટર્મ પૂર્ણ થાય છે. તેથી ગુજરાતમાં 4 બેઠકો માટે આ ચૂંટણી યોજાવાની છે. આ સંદર્ભે આજે ચૂંટણી પંચે જાહેરાત કરી છે.
Election Commission: ગુજરાત રાજ્યસભાની 4 બેઠક માટે ચૂંટણી જાહેર કરાઈ, 27મી ફેબ્રુઆરીએ મતદાન - 56 સભ્યો
ચૂંટણી પંચે રાજયસભાના જે સભ્યોની ટર્મ એપ્રિલ 2024માં પૂર્ણ થઈ રહી છે. તે બેઠકો માટે ચૂંટણી જાહેર કરી છે. જેમાં દેશના 15 રાજ્યોના કુલ 56 સભ્યોનો સમાવેશ થાય છે. ગુજરાતના કુલ 4 રાજ્યસભાના સભ્યોની ટર્મ પૂર્ણ થઈ રહી છે. તેથી ગુજરાતમાં પણ આ બેઠકો પર ચૂંટણી થશે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Election Commission 15 States 56 Members Retired
Published : Jan 29, 2024, 4:53 PM IST
ગુજરાતમાં 4 બેઠકો પર ચૂંટણીઃ દેશના કુલ 15 રાજ્યોમાંથી રાજ્યસભાના કુલ 56 સભ્યોની ટર્મ એપ્રિલ 2024માં પૂર્ણ થાય છે. જેમાં ગુજરાતમાંથી રાજ્યસભાના કુલ 4 સભ્યોની ટર્મ પૂર્ણ થશે. જેમાં મનસુખ માંડવિયા, અમી યાજ્ઞિક, નારાયણ રાઠવા અને પરષોત્તમ રુપાલાની ટર્મ પૂર્ણ થવાની છે. તેથી ગુજરાતમાં રાજ્યસભાની કુલ 4 બેઠકો પર ચૂંટણી થશે. જ્યારે આખા ભારતમાં 15 રાજ્યોના કુલ 56 સભ્યોની ટર્મ પૂર્ણ થઈ રહી હોવાથી આ બેઠકો પર ચૂંટણી યોજાશે. આ ચૂંટણીનું મતદાન 27મી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે.
કુલ 15 રાજ્યોમાં દ્વિવાર્ષિક ચૂંટણીઃ દેશના કુલ 15 રાજ્યોમાંથી એપ્રિલ 2024માં ટર્મ પૂરી થતી હોય તેવા રાજ્યસભાના કુલ 56 સભ્યો છે. આ રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. આ ચૂંટણી માટે નામાંકન માટે છેલ્લી તારીક 15મી ફેબ્રુઆરી છે જ્યારે નામાંકન પરત લેવાની છેલ્લી તારીખ 20મી ફેબ્રુઆરી રાખવામાં આવી છે. તારીખ 27મી ફેબ્રુઆરીના રોજ સવારે 09.00થી સાંજે 04.00 કલાક સુધી મતદાન કરી શકાશે.