અમદાવાદના જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના વડીલોએ કરી રક્ષાબંધનની કરી ઉજવણી (Etv Bharat Gujarat) અમદાવાદ: આજે દેશભરમાં રક્ષાબંધનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વૃદ્ધાશ્રમના વડીલોએ કરી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. બહેન ભાઈની ઘરે જઈ રક્ષા કરવા રાખડી બાંધી રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવે છે. ત્યારે પરિવારથી વિખૂટા પડેલા અને જીવનનો અંતિમ સમય વિતાવી રહેલા વૃદ્ધાશ્રમના વડીલો પણ રક્ષા બંધનના પર્વને હરખભેર મનાવ્યો હતો.
વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ દાદા દાદીઓએ રક્ષાબંધન ઉજવ્યો: નારણપુરમાં આવેલા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં રહેતા પરિવારથી અલગ થઈ રહેતા વૃદ્ધ દાદા અને વૃદ્ધ બા વૃદ્ધાશ્રમમાં રહીને પણ પરંપરાગત તહેવારોની ઉજવણી કરતા હોય છે. નારણપુરામાં આવેલ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં છેલ્લા ઘણા વર્ષોથી અહીં પોતાનું જીવન વિતાવી રહેલા બા અને દાદાઓએ રક્ષાબંધનનો પર્વ હરખભેર મનાવ્યો હતો.
વૃદ્ધ મહિલાઓએ વૃદ્ધ પુરુષોને રાખડી બાંધી: બહેન ભાઈને રાખડી બાંધી તેની સમૃદ્ધિ તેમજ દીર્ઘાયુ જીવન માટે માટે પ્રાર્થના કરતી હોય છે. ત્યારે દેશભરમાં પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં પરિવારથી છુટા પડેલા વૃદ્ધોએ એકબીજાને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. રક્ષાબંધનના આ પર્વ નિમિત્તે વૃદ્ધ મહિલાઓએ વૃદ્ધ પુરુષોને રાખડી બાંધી હતી.
રાખડી બાંધી એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું:પ્રાર્થનાથી શરૂઆત કરી રક્ષાબંધનના ગીત ગાઈને રાખડી બાંધી એકબીજાને મોઢું મીઠું કરાવ્યું હતું. પરિવારમાંથી ઘણી બહેનો પણ ભાઈને મળવા માટે રાખડી બાંધવા માટે આવતા હોય છે. ત્યારે લાગણી ભર્યા દ્રશ્યો સર્જાતા હોય છે. જે બહેન ભાઈને રાખડી બાંધી શકતી નથી. તેમના વૃદ્ધ બહેન ભાઈને રાખડી બાંધી આપણી હિન્દુ સંસ્કૃતિની પરંપરાને જાળવી રાખે છે. ત્યારે અહીં રક્ષાબંધનના પર્વ નિમિત્તે પરિવારને યાદ કરી હરખભેર જીવન જીવતા દાદા દાદી પોતાનું જીવન વિતાવી રહ્યા છે.
- ગોંડલની હોસ્ટલમાં રહેતા વિદ્યાર્થીનું અચાનક મોત, પરિવારજનોના ગંભીર આક્ષેપ - Death of a student
- TRP ગેંમઝોન કાંડમાં જેલમાં રહેલા મનસુખ સાગઠિયાને રાખડી બાંધવા આવેલ બહેને ચિઠ્ઠી આપવાનો પ્રયાસ કર્યો - TRP Gamezone Fire