ગાંધીનગર :દાહોદના પીપળીયા ગામની તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર દુષ્કર્મ બાદ હત્યા બનાવ સામે આવ્યો છે. જેને લઇને શિક્ષણ વિભાગ સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દાહોદમાં બનેલી ઘટના અંગે વાત કરતા શિક્ષણમંત્રી કુબેર ડીડોર પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.
દાહોદમાં વિદ્યાર્થિની દુષ્કર્મ-હત્યા :શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે, દાહોદમાં બનેલી ઘટના અંગે દુઃખ છે અને સમગ્ર ઘટના નિંદનીય પણ છે. આ ઘટના અંગે જે પણ કસૂરવાર હશે તેને સાંખી નહીં લેવામાં આવે. આ ઘટનાના આરોપી પીપળીયા ગામની તોયણી પ્રાથમિક શાળાના આચાર્ય હોવાનું સામે આવ્યું છે. એટલે હવે મને આરોપીને આચાર્ય કહેવા કે કેમ તે પ્રશ્ન છે. આ ઘટના એવી બની કે આરોપી આચાર્ય હોવાથી જાણે રક્ષક ભક્ષક બને તેમ કહેવાય.
"ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાશે" - કુબેર ડીંડોર (ETV Bharat Gujarat) ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાશે :સમગ્ર ઘટનાની જાણ થતા તુરંત આરોપી આચાર્યની ધરપકડ કરી લેવામાં આવી અને આચાર્યને જેલના હવાલે કર્યા છે. આરોપી આચાર્ય ધરપકડ બાદ પોલીસ તંત્રને કાર્યવાહી કરવામાં માટેની સૂચના આપી છે. કેમ કે, નરાધમે આવી કુમળી બાળકી પર નજર બગાડી તેને સાંખી લેવાય નહીં. ઘટનાની તપાસ મુદ્દે તમામ પાસા સાથે એક્શન લેવા માટે સરકાર કટિબદ્ધ છે. ભવિષ્યમાં આવી ઘટના ઘટે નહીં તે માટે સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી પીડિતાના પરિવારને ન્યાય અપાવીને સાંત્વના આપશે.
બોટાદમાં વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં :દાહોદ બાદ થોડા દિવસ પૂર્વે બોટાદ જિલ્લામાં પણ આવો બનાવ સામે આવ્યો છે. ગઢડા તાલુકાના ઢસાના સંકર પરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આનંદકુમાર જાનીએ એક વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા અને ધમકી આપી હતી. જે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતાં વિદ્યાર્થિનીના પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. આ ઘટના અંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, આ પણ ઘટના જઘન્ય છે. આ ઘટનામાં પણ તપાસના આદેશ કર્યા છે.
SMC કમિટી શાળામાં દેખરેખ રાખશે :કસૂરવાર શિક્ષક સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે શાળામા કાર્યરત સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અંગે સરકાર કામગીરી લેખા જોખા લેવાશે. જે અંગે ગામમાં SMC કમિટી કાર્યરત નહી હોય તે ગામોને સૂચના આપીને ફરી કાર્યરત કરવા સૂચના પણ કરીશું. SMC કામગીરી અંગે રિપોર્ટ પણ મંગાવીશું. જેથી આ કમિટી ગામની શાળામાં દેખરેખ રાખે અને ભવિષ્યમાં આવા બનાવો અટકે તે દિશામાં સરકારે કામગીરી હાથ ધરી છે.
- ભરૂચ હોમગાર્ડ જવાન પર 5 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ
- 16 વર્ષના કિશોરે પાડોશમાં રહેતી 6 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો