અમરેલી: જિલ્લામાં વધુ એક આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. અમરેલી જિલ્લાના ધારી શહેરમાં ધારી-અમરેલી રોડ ઉપર હેમરાજીયા પુલ પાસે અચાનક ઇકો કારની અંદર આગ લાગી હતી અને ઇકો સળગી ઉઠી હતી. ત્યારે ઇકો કારમાં સવાર મહિલાઓ સહિત 5 પરિવારના સભ્યોને બચાવી લેવાયા હતા અને લોકોની નજર સમક્ષ ઇકો કાર સળગીને ભસ્મીભૂત થઇ ગઇ હતી.
શોર્ટ સર્કિટથી લાગી ઇકો ગાડીમાં આગ
ધારીમાં ઇકો ગાડીમાં આગ લાગી (Etv Bharat gujrat) લોકોએ આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા. ત્યારે ઇકો ગાડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું. ત્યારે મળતી વિગતો મુજબ ધારી શહેરમાં ફાયર ફાઇટર હાજર ન હોવાથી કોઇ આગ ઓલવવા આવી શક્યું નહી, જેથી પરિણામે ઇકો ગાડી બળીને ખાખ થઇ ગઇ હતી.
આ પણ વાંચો:
- ઘર આંગણે સુતેલી વૃદ્ધાને દીપડાએ ફાડી ખાધી, જંગલમાંથી મળી ક્ષત-વિક્ષત હાલતમાં લાશ
- રાજકોટ રેલવે ડિવિઝનનાં આ દિવ્યાંગ કર્મચારીએ એશિયન પેરા આર્મ રેસલિંગ કપમાં અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી…