શાકભાજી પકવનારા ખેડૂતોને ભારે નુકસાન (Etv Bharat Gujarat) સાબરકાંઠા:જિલ્લામાં ભારે પવન સાથે વરસાદને લઇ શાકભાજી સહિતના ઊભા પાકને મોટું નુકસાન થવા પામ્યું છે. વડાલીના ભંડવાલ કેશરગંજ સહિતના કેટલાય વિસ્તારોમાં કપાસ શાકભાજી ના માંડવા સહિતના ખેતીપાકોને ભારે નુકશાન થતાં ખેડૂતોના મોમાં આવેલો કોળીયો છીનવાઈ રહ્યો છે.. આગામી સમયમાં વધુ વરસાદ વરસે તો શાકભાજી સહિતના પાક ફેલ થવાની ભીતિ સેવાઈ રહી છે.
અન્ય શહેરોમાં પણ પહોંચે છે અહીંથી શાકભાજીઃસાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાત માટે વડાલી વિસ્તાર શાકભાજીનું હબ બની રહ્યું છે. તેમજ વડાલી સહિતના આસપાસના વિસ્તારમાં ઉત્પાદિત થતી શાકભાજી બનાસકાંઠા મહેસાણા સહિત અમદાવાદ માટે મહત્વની બની રહેતી હોય છે. જોકે સાબરકાંઠા જિલ્લામાં સતત 72 કલાક અવિરત વરસાદના પગલે સ્થાનિક શાકભાજી પકવનારા ખેડૂતોને ભારે નુકસાન સર્જાયું છે સાથોસાથ વરસાદ બાદ ભારે પવનના પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે.
વેલાઓ માટે મહેનતથી ઊભા કરેલા માંડવાઓ પડી ગયાઃ સાબરકાંઠાના વડાલી વિસ્તારમાં મોટાભાગે શાકભાજીનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે. તેમજ વ્યાપક ઉત્પાદનના પગલે સમગ્ર સાબરકાંઠા જિલ્લા સહિત બનાસકાંઠા મહેસાણા તેમજ અમદાવાદ માટે પણ આ શાકભાજી મહત્વની બની રહે છે. જોકે જિલ્લામાં 72 કલાક અવિરત વરસાદના પગલે શાકભાજી પકાવનારા ખેડૂતોને ભારે નુકસાન સર્જાય છે. સતત વરસાદના પગલે મોટાભાગના શાકભાજીમાં વ્યાપક બગાડો થયો છે. તો બીજી તરફ ઊભા કરાયેલા માંડવાઓ વરસાદ બાદ ભારે પવનથી પડી જતા ખેડૂતો માટે રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે. એક તરફ શાકભાજી સહિત અન્ય ખેતીમાં સતત વરસાદથી નુકસાન સર્જાય છે તો બીજી તરફ વરસાદ બાદ ભારે પવનથી શાકભાજી માટે બનાવાયેલા માંડવાઓ પડી જતા આર્થિક દ્રષ્ટિએ ખૂબ મોટું નુકસાન સર્જાયું છે, જેના પગલે ખેડૂત જગત હવે રાજ્ય સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યો છે.
સરકાર સર્વે કરી સહાયરૂપ બને તેવી માગઃ જોકે એક તરફ ચોમાસામાં વરસાદ ખેતી પાકો માટે પાયાની જરૂરિયાત બને છે પરંતુ સતત વરસાદ શાકભાજી સહિતના ખેતી પાકો માટે નુકસાન કારક બની રહે છે. ત્યારે હાલના તબક્કે સતત ત્રણ દિવસ અવિરત વરસાદના પગલે મોટાભાગના તમામ શાકભાજીઓ બગડી ચૂક્યા છે તો બીજી તરફ શાકભાજી માટે બનાવાયેલા માંડવાઓ પણ ભારે પવનથી પડી જતા વ્યાપક પ્રમાણમાં નુકસાન સર્જાય છે. સાથોસાથ ખેતી પાકો માટે પણ વરસાદ સહિત પવન સમસ્યા સ્વરૂપ બની રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરી ખેડૂતો માટે સહાયરૂપ બને તેવી માગ ઉઠી છે.
- મધુવંતીનું પાણી ભાદરમાં જવાને બદલે ભાદર જ જુનાગઢ-પોરબંદર વચ્ચેના ઘેડ વિસ્તારમાં ફરી વળી, સમગ્ર પંથક જળબંબાકાર - Gujarat Flood Updates
- વડોદરા નગરીના સંસ્કાર, તસ્વીરો બોલી લોકોની કહાનીઃ NDRF બની દેવદૂત - Gujarat flood