ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં રૂ.5.80 લાખનું ડ્રગ્સ પકડાયું, SOG પોલીસે આરોપીને કર્યો જેલ હવાલે... - Drugs caught in Mehsana - DRUGS CAUGHT IN MEHSANA

મહેસાણામાં ડ્રગ્સ? કોણ વેચે છે ડ્રગ્સ ? કોણ ખરીદે છે ડ્રગ્સ ? ડ્રગ્સ નું નામ પડતાં જ આવા સવાલો ઉઠે ત્યારે આ સવાલનો જવાબ એ છે કે, મહેસાણા માંથી રૂ.5.80 લાખનું 58 ગ્રામ મેફેડ્રોન MD ડ્રગ્સ ઝડપાયું છે. અને એ પણ એક કારમાં શખ્શ વેચાણ માટે લઈ જતો હતો. જેને પોલીસે ઝડપી લઇ જેલ હવાલે કર્યો છે. Drugs caught in Mehsana

મહેસાણામાં રૂ.5.80 લાખનું ડ્રગ્સ પકડાયું
મહેસાણામાં રૂ.5.80 લાખનું ડ્રગ્સ પકડાયું (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 19, 2024, 8:02 PM IST

મહેસાણામાં રૂ.5.80 લાખનું ડ્રગ્સ પકડાયું (ETV Bharat Gujarat)

મહેસાણા: રાજ્યમાં અવારનવાર ડ્રગ્સ પકડવાની ઘટના સામે આવે રહી છે. જિલ્લામાંથી રૂ.5.80 લાખનું 58 ગ્રામ મેફેડ્રોન MD ડ્રગ્સ ઝડપાયું છે. અને એ પણ એક કારમાં શખ્શ વેચાણ માટે લઈ જતો હતો. જેને પોલીસે ઝડપી લઇ જેલ હવાલે કર્યો છે.

SOG પોલીસને મળી હતી આ શકમંદ માહિતી: મહેસાણાના નંદાસણ નજીકથી રૂ.5.80 લાખનું 58 ગ્રામ મેફેડ્રોન MD ડ્રગ્સ ઝડપાયું છે. સમગ્ર કેસની હકીકત જોઈએ તો SOG પોલીસને બાતમી મળી હતી કે, મહેસાણા અમદાવાદ હાઇવે પર કોઈ વ્યક્તિ ડ્રગ્સ વેચાણ કરવા જવાનો છે. જેના આધારે મહેસાણા નંદાસણ હાઇવે પર ગણેશપુરા નજીક તપાસમાં ડ્રગ્સ ઝડપાઈ ગયું હતું. ગણેશપુરા નજીક સૈયદ સદ્દામ હુસેન નામનો શખ્શ ડ્રગ્સ સાથે ઝડપાયો છે. ગાડીમાં બેઠેલ શખ્શ ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની પોલીસને માહિતી મળી હતી. જેના આધારે રેડ કરી અંગ જડતી કરતા એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

ચકચાર મચી ગઇ હતી:આ ઘટનામાં એક ગ્રામ એમડી ડ્રગ્સ ₹10,000 કિંમત લેખે કુલ 5.80 લાખનું ડ્રગ્સ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. મહેસાણા SOG પોલીસે રોડ પર પહોંચી રેડ કરી કાર્યવાહી કરી હતી. અને એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની પણ ધરપકડ કરાઈ છે.

  1. પલસાણાના કારેલીમાં ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાઇ, બે આરોપીના રીમાન્ડ મંજૂર કરાયા - gujarat ATS raid in surat
  2. કચ્છમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત : જખૌના દરિયાઈ વિસ્તારમાંથી 10 કરોડનું ડ્રગ્સ મળ્યું

ABOUT THE AUTHOR

...view details