ગુજરાત

gujarat

'કચ્છ બન્યું ડ્રગ્સનો દરિયો', ક્રિક વિસ્તારમાંથી 150 કરોડનું ડ્રગ્સ મળ્યું - drugs found in kutch beach

By ETV Bharat Gujarati Team

Published : Jun 20, 2024, 2:32 PM IST

ગુજરાતમાં ડ્રગ્સની હેરફેર સતત વધી રહી છે એવું પ્રતીત થાય છે. કારણ કે હાલના થોડા સમયમાં દરિયા કિનારેથી અવાર-નવાર આ પ્રકારના પેકેટો મળી જ આવતા હોય છે. આ સાથે કચ્છના દરિયા કિનારેથી આજ રોજ ફરી એક પેકેટ મળી આવ્યું છે... drugs found in kutch beach

છેલ્લા એક સપ્તાહમાં BSFએ 150થી પણ વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા
છેલ્લા એક સપ્તાહમાં BSFએ 150થી પણ વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા (Etv Bharat Gujarat)

ગુજરાતમાં ડ્રગ્સની હેરફેરમાં વધારો, કચ્છના ક્રીક વિસ્તારમાંથી ઝડપાયું 150 કરોડનું ડ્રગ્સ (Etv Bharat Gujarat)

કચ્છ: ગુજરાતમાં દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાની ઘટનાઓ સતત વધતી જ જઈ રહી છે. અવારનવાર મળી આવતા ડ્રગ્સના પેકેટ દર્શાવે છે કે, ગુજરાતમાં આવા માદક પદાર્થની ફેરફેર વધી રહી છે. આ સાથે કચ્છના દરિયાઈ સીમામાંથી માદક દ્રવ્યોનો જથ્થો મળી આવવાનો સિલસિલો પણ યથાવત રહ્યો છે. આજે સવારે BSFએ કચ્છના ક્રીક વિસ્તારમાંથી રૂપિયા 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઈન, ચરસના ત્રણ અલગ-અલગ પ્રકારના પેકેટો મળી આવ્યા છે.

એક સપ્તાહમાં 150થી પણ વધુ ડ્રગ્સ જપ્ત: BSFના જવાનોને ક્રિક બોર્ડર પર સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા એક સપ્તાહમાં BSFએ 150થી પણ વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે. ઉપરાંત BSFના જવાનો દ્વારા દરિયાકાંઠાના વિસ્તાર અને ખાડી વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચાલુ જ છે અને હજુ પણ વધુ માત્રામાં ડ્રગ્સના પૅકેટ મળી આવવાની સંભાવના છે.

હાલમાં દરિયામાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે ફેંકી દેવાયેલ ડ્રગ્સના પકેટો મોજામાં તણાઈ આવીને કચ્છની દરિયાઈ સીમામાંથી મળી આવે છે. આ સાથે જુદી જુદી સુરક્ષા એજન્સીઓ છેલ્લા 12 દિવસથી સતત પેટ્રોલિંગ કરી રહી છે અને કચ્છના જુદા જુદા દરિયાકાંઠા પરથી આ ડ્રગ્સ મળી આવી રહ્યું છે. આજે મળેલા ડ્રગ્સના જથ્થા અંગે BSF દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

  1. ફોરેન પોસ્ટ ઓફિસમાથી ઝડપાયો 1.15 કરોડનો હાઇબ્રીડ ગાંજો - drags seized from Foreign Office
  2. ગુજરાત બન્યું ડ્રગ્સનો દરિયો, પોરબંદરના દરિયા કિનારે બિનવારસી ડ્રગ્સ મળ્યું - drugs found on Porbandar beach

ABOUT THE AUTHOR

...view details