ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ જિલ્લાના મેઘનગરમાંથી DRI ટીમે 168 કરોડનું 112 કિલો MD ડ્રગ્સ ઝડપી લીધું

દાહોદમાં આવેલા મેઘનગરની એક ફાર્મા કંપનીમાંથી DRI ટીમે 112 કિલો MD ડ્રગ્સ ઝડપી લીધું છે. 4 આરોપીઓને ઝડપી લીધા હતા.

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

Updated : 36 minutes ago

દાહોદ જિલ્લાના મેઘનગરમાંથી DRI ટીમે 168 કરોડનું 112 કિલો MD ડ્રગ્સ ઝડપી લીધું
દાહોદ જિલ્લાના મેઘનગરમાંથી DRI ટીમે 168 કરોડનું 112 કિલો MD ડ્રગ્સ ઝડપી લીધું (Etv Bharat Gujarat)

દાહોદ:દિલ્હીની DRI ની ટીમ દ્વારા મેઘનગરની ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલા મેઘનગર ફાર્મા કેમ ફેક્ટરી પર કાર્યવાહી કરી હતી. જેમાં ફેક્ટરીના ડિરેક્ટર સંચાલક ઓપરેટર તથા ચોકીદાર મળીને 4 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લો મધ્ય પ્રદેશને અડીને આવેલો જિલ્લો છે, ત્યારે જેમાંથી 3 આરોપીઓ દાહોદ જિલ્લાના હોવાથી દાહોદ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ફાર્મા કંપનીમાં 112 કિલો MD ડ્રગ્સ મળ્યું: નવી દિલ્હીથી આવેલી DRIની ટીમે ગત દિવસોમાં દાહોદમાં આવેલા મેઘનગરમાં આવેલા ફાર્મા કેમ નામની કંપનીની અંદર તપાસ કરી હતી. જેમાં DRI ની ટીમને 36 કિલો MD ડ્રગ્સ પાઉડર અને 76 કિલો MD ડ્રગ્સ લિક્વિડ સ્વરુપે મળી આવ્યું હતું. આમ DRI ટીમને 112 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું જેની કુલ કિંમત 168 કરોડ અંકાઇ હતી. DRI ટીમ સાથે મેઘનગર વહીવટી તંત્રે સાથે રહીને તમામ ફાર્મા કંપનીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમ દ્વારા વધારે તપાસ હાથ ધરાઇ હતી. જેમાં વધુ તપાસમાં આ ડ્રગ્સ ટેબ્લેટ અને ઇન્જેક્શન તેમજ પાઉડર સ્વરુપે વહેંચાતું હતું. તેવી જાણકારી મળી હતી.

દાહોદ જિલ્લાના મેઘનગરમાંથી DRI ટીમે 168 કરોડનું 112 કિલો MD ડ્રગ્સ ઝડપી લીધું (Etv Bharat Gujarat)

DRI ટીમે 4 આરોપીઓને ઝડપ્યા:ફેક્ટરીમાં મળેલા સેમ્પલને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવતા MD ડ્રગ્સ હોવાનું સાબિત થયું હતું, ત્યારે DRI ટીમ દ્વારા ફાર્મા કંપનીના માલિક વિજય રાઠોડ, ઓપરેટર રતન નલવાયા, હેલ્પર, પીન્ટુ નલવાયા સાથે ચોકીદાર રમેશ બસીની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓને ઝાબુઆ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઝાબુઆ કોર્ટે ફાર્મા કંપનીના માલિક વિજય રાઠોડના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે ઓપરેટર, હેલ્પર અને ચોકીદારને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ આરોપીઓ દાહોદ જિલ્લાના બોરડી ગામના હોવાથી તેમની ચર્ચાઓ થવાની શરુ થઇ ગઇ હતી. ત્યારે આ આરોપીના ગામે તેમના ઘરે તપાસ થાય તેવું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો:

Last Updated : 36 minutes ago

ABOUT THE AUTHOR

...view details