રાજકોટ:રાજકોટને એમ જ રંગીલુ શહેર નથી કહેવાતું. જગ આખામાં પોતાની આગવી ઓળખ માટે જાણીતું રાજકોટ શહેર તેના રંગ માટે પણ પ્રખ્યાત છે. ખાસ કરીને રાજકોટના રંગનું અલગ જ માર્કેટ છે, અને અહીંના રંગની દેશ-વિદેશમાં માંગ રહે છે.
રાજકોટની રંગ બજારમાં રોનક: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે.ત્યારે રાજકોટમાં રંગ બજારમાં રોનક જોવા મળી રહી છે. જે સમગ્ર ગુજરાતમાં તેની અલગ ઓળખ ધરાવે છે.ત્યારે દિવાળીના તહેવારોમાં રંગોળી માટે ઉપયોગ કરાતા રંગો માટે રાજકોટ જગ આખામાં પ્રખ્યાત છે. માત્ર ગુજરાતમાં જ નહીં પણ અન્ય રાજ્યોમાં પણ રાજકોટના વેપારીઓએ બનાવેલા રંગો ખુબ પ્રખ્યાત છે.
દિવાળીના પર્વને લઈને રાજકોટની રંગ બજારમાં રોનક (Etv Bharat Gujarat) રંગની માંગમાં ઉછાળો: દિવાળીના તેહવારોમાં રંગોળીનું અનેરું મહત્વ હોય છે ત્યારે રંગાળીમાં જે રંગોનો ઉપયોગ કરવામાં આવે છે, તે રંગો 90 ટકા રાજકોટમાં જ બને છે. જેથી આ રંગોની માંગ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ રહે છે. રંગોળીના વેપારી ભાવેશ અઢિયા જણાવે છે કે, રાજકોટમાંથી આ રંગોને અન્ય રાજ્યોમાં પણ સપ્લાઈ કરવામાં આવે છે. જેમ કે મહારાષ્ટ્ર, કલકતા અને ગોવા સહિતના રાજ્યોમાં રંગોળીના રંગોની સપ્લાઈ કરવામાં આવે છે.
32થી 35 પ્રકારના રંગો બનાવવામાં આવે છે. જેમાં સૌથી વધારે રેડિયમ કલરની માંગ વધારે છે.રેડિયમ કલરમાં વાયોલેટ, પીંક, ગ્રીન, પેરોટ સહિતના કલરોની માંગ વધી રહી છે.અત્યારે હોલસેલ માર્કેટમાં સૌથી વધારે કલરની ડિમાન્ડ જોવા મળી રહી છે.
કેવી રીતે બને છે કલર: હવે આપને એ જણાવી દઈએ કે આ કલર શેમાંથી બને છે. તો આ કલર આરસના ટુકડામાંથી બનાવવામાં આવે છે, તેને ફિલ્ટર કરીને ચિરોળી તૈયાર કરવામાં આવે છે. જેમાંથી પછી હોળીના રંગો અને રંગોળીના અલગ અલગ રંગો બનાવવામાં આવે છે. આ રંગોની ખાસિયત એ છે કે તેની ક્વોલિટી એકદમ સારી હોય છે અને રંગોમાં વેરાયટી પણ હોય છે. જેથી આ રંગોની બોલબાલા ન માત્ર ગુજરાત પરંતુ દેશ-વિદેશમાં પણ હોય છે.
બોટાદમાં સૌથી વધુ માત્રામાં રંગનો ઓર્ડર:દિવાળી પર્વ દરમિયાન શહેરમાં રંગોળી માટે દર વર્ષે 80થી 120 ટન રંગ વપરાવવાનો અંદાજ હોય છે. ત્યારે આ વર્ષે દેશી રંગોની સાથે વિદેશી રંગોનો સમન્વય પણ થયો છે. આમ દિવાળીનો તહેવાર નજીક આવતા જ લોકો રંગોળીના રંગોની ખરીદી કરતા જોવા મળી રહ્યાં છે.
- રાજકોટમાં અધધ 1,150 કિલો અખાદ્ય જથ્થો મળ્યો, RMC આરોગ્ય અને ફૂડ વિભાગની તવાઈ
- દિવાળી 2024ઃ રાજકોટમાં ફાયર વિભાગ દ્વારા 67 અરજીઓ મંજુર કરાઈ, ફટાકડા રાખતા પહેલા ધંધાદારીઓ, જાણી લો આ નીયમો