પાટણ: આમ તો પાટણ શહેર પકવાનમાં જોઈએ તો દેવડા પ્રવાસીઓ સહિત સ્થાનિકો અને ભારતભરમાં પ્રખ્યાત છે. પાટણમાં રાણીની વાવ, પટોળા, રમકડા પેપર આર્ટ સહિત મશરૂ કાપડ માટે જાણીતું છે. ત્યારે સાથે સાથે પાટણમાં દિવાળી પર્વ નિમિતે અવનવા ફટાકડા બજાર અને વિવિધ સ્ટોલ પણ જોવા મળી રહ્યા છે.
પાટણ ફટાકડા બજારમાં ફટાકડાની અવનવી વેરાયટી સાથે હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જો કે ગત વર્ષ કરતાં ફટકડામાં આ વર્ષે થોડો વધારો પણ જોવા મળી રહ્યો છે, પરંતુ સાથે સાથે અવનવી વેરાયટી અને આકર્ષિત ફટાકડાઓને લઇને લોકોનો ઉત્સાહ ફટાકડાની ખરીદી કરવા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો સહિત પાટણના લોકો મોટી સંખ્યામાં ફટાકડા ખરીદી આવી રહ્યા છે.
પાટણમાં દિવાળી પર્વ નિમિતે પ્રગતિ મેદાન ફટાકડા બજાર આકર્ષણનું કેન્દ્ર (Etv Bharat Gujarat) ફટાકડા બજારના વેપારી સાથે વાત કરતા વેપારીએ જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતા આ વર્ષે ફટાકડામાં 10 થી 15% જેટલો ભાવમાં વધારો થયો છે. પરંતુ લોકોનો ઉત્સાહ જોતા ભાવ લોકોને નડ્યો નથી અને મોટી સંખ્યામાં ફટાકડા બજારમાં લોકો ખરીદી કરવા આવી રહ્યા છે. સાથે જ અવનવા ફટાકડાની વેરાયટીઓ આ વર્ષે આવી હોવાથી ફટકડાનું ધૂમ વેચાણ પણ થઈ રહ્યું છે. આમ, પાટણનું પ્રગતિ મેદાન ફટાકડા રસિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અવનવા અને વિવિધ વેરાયટીના ફટાકડા ખરીદી કરવા લોકોની લાંબી કતારો લાગી છે.
આ પણ વાંચો:
- રંગ વિનાની અવનવી રંગોળીઓ: 17 વર્ષથી ભાવનગર સર્કલમાં જાહેરમાં યોજાય છે રંગોળી સ્પર્ધા, જુઓ..
- ધનતેરસ 2024: જાણો તમારા શહેરમાં લક્ષમીજીની પૂજા કરવાનો સર્વશ્રેષ્ઠ મુહૂર્ત વિશે.....