ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરની વિશ્વવિખ્યાત કચોરીની દેશ વિદેશમાં પણ છે તગડી ડિમાન્ડ, જાણો કેમ?

જામનગરની આ કચોરી માત્ર જામનગર અને રાજ્યમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે. શું છે આ કચોરીની ખાસિયત, ચાલો જાણોએ..

જામનગરની વિશ્વવિખ્યાત કચોરીની દેશ વિદેશમાં પણ છે માંગ
જામનગરની વિશ્વવિખ્યાત કચોરીની દેશ વિદેશમાં પણ છે માંગ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2024, 3:06 PM IST

જામનગર:જિલ્લાનું નામ બાંધણી અને કચોરીના કારણે વિશ્વવિખ્યાત બન્યું છે. જામનગરમાં અવનવી વેરાઈટીઝની કચોરીઓ બનાવવામાં આવે છે. આ કચોરિઓની દેશ વિદેશમાં માગ છે. જેનું મુખ્ય કારણ એ છે કેે, કચોરીમાં અવનવી ડ્રાયફ્રુટનો ઉપયોગ કરવામાં આવે છે. આટલું જ નહીં પરંતુ જામનગરની કચેરી વિશ્વના અનેક દેશમાં એક્સપોર્ટ પણ કરવામાં આવે છે.

જામનગરમાં આ વિશ્વવિખ્યાત કચોરીની દુકાનના માલિક સાથે વાત કરતાં જાણવા મળ્યું છે કે, તેમની આ કચોરી દુબઈ, અમેરિકા, ન્યૂઝીલેન્ડ અને કેનેડામાં મોટી સંખ્યામાં તહેવાર પર મોકલવામાં આવે છે.

જામનગરની આ કચોરી માત્ર જામનગર અને રાજ્યમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે (Etv Bharat Gujarat)

ગુજરાતીઓ આમ પણ આ સ્વાદના શોખીન હોય છે. ખાસ કરીને દિવાળીનો તહેવાર. દિવાળીના તહેવારમાં લોકો મોટી સંખ્યામાં મીઠાઈની ખરીદી કરતા હોય છે. અહીંના લોકો દ્વારા મીઠાઈમાં કચોરીને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. ડ્રાયફ્રુટ કચોરી તેમજ જામનગરની ફેમસ કચોરી ખૂબ પ્રખ્યાત છે.

જામનગરની વિશ્વવિખ્યાત કચોરીની દેશ વિદેશમાં પણ છે માગ (Etv Bharat Gujarat)

વિદેશ, શહેર અને હવે ગામડાઓ. ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો જામનગર સિટીમાં સ્પેશિયલ કચોરી ખરીદવા માટે આવે છે. જોકે મીઠાઈની સાથે સાથે કચોરીની માગ પણ બજારમાં ખૂબ જોવા મળી છે. મીઠાઈની દુકાનો પર લોકોની લાંબી કતારો કચોરી ખરીદવા માટે જોવા મળી રહી છે.

જામનગરની વિશ્વવિખ્યાત કચોરી (Etv Bharat Gujarat)

જાણવા જેવી બાબત એ છે કે, કચોરીની બનાવટની વાત કરવામાં આવે તો આ કચોરી 15 થી 20 દિવસ સુધી બગડતી નથી અને ગમે ત્યાં કચોરીને દૂર મોકલી શકો છો. પરિણામે તેના સ્વાદ, સંગ અને લાંબા સમય સુધી ન બગાડવાની સ્થિતિને કારણે આ કચોરી વિશ્વવિખ્યાત છે.

જામનગરની વિશ્વવિખ્યાત કચોરીની દેશ વિદેશમાં પણ છે માગ (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. Dhanteras 2024: અભિજીત મુહૂર્તમાં સોમનાથ મંદિરમાં ધનવંતરી જયંતીની કરાઈ ઉજવણી
  2. અધધ એક કિલોનું એક સીતાફળ ! અમરેલીના ખેડૂતે પંચસ્તરિય બાગાયતી ખેતી થકી લાખોની કમાણી

ABOUT THE AUTHOR

...view details