ગુજરાત

gujarat

ETV Bharat / state

દિવાળીનો ગુરુ પુષ્ય નક્ષત્ર ગણાય છે અતિ શુભ: આ નક્ષત્રમાં સોનું, આભૂષણો કે મિલકતો ખરીદવાની છે પરંપરા - DIWALI 2024

દિવાળીની શરૂઆત સાથે ગુરુ પુષ્ય નક્ષત્રની પણ શરૂઆત થઈ ગઈ છે. આ નક્ષરમાં આભૂષણો, સોનું કે મિલકત ખરીદવું ખૂબ શુભ ગણાય છે.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2024, 4:25 PM IST

જૂનાગઢ: દિવાળીના તહેવારોની શરૂઆત ગુરુ પુષ્ય નક્ષત્રની સાથે જ થતી હોય છે. દિવાળીના તહેવારો દરમિયાન આવતા ગુરુ પુષ્ય નક્ષત્રને દિવાળીના તહેવારની શરૂઆતનો દિવસ માનવામાં આવે છે. ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે સોનું કે તેના આભૂષણો અને મિલકત ખરીદવાની સાથે ચોપડા ખરીદવાની પણ પરંપરા આજે પણ યથાવત જોવા મળે છે.

દિવાળીના તહેવારોની શરૂઆત ગુરુ પુષ્ય નક્ષત્ર:દિવાળીના તહેવારોની શરૂઆત ગુરુ પુષ્ય નક્ષત્રથી થતી હોય છે. ગુરુ પુષ્ય નક્ષત્રમાં લોકો સોનું, આભૂષણો, મિલકતો, વાહન અને સ્થાવર મિલકતોની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે કરવામાં આવેલી પ્રત્યેક ખરીદીને શુભ અને ઉત્તમ માનવામાં આવે છે. જેથી દિવાળીના તહેવારની શરૂઆતનો દિવસ સર્વ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે.

દિવાળીનો ગુરુ પુષ્ય નક્ષત્ર ગણાય છે અતિ શુભ (Etv Bharat Gujarat)

ગુરુનું પૂજન અને ચોપડાની ખરીદી: ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે આભૂષણો, સોનું અને અન્ય ચીજ વસ્તુઓની ખરીદીની સાથે ગુરુના જાપને પણ શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે સાધ્ય યોગ હોવાથી પણ યંત્ર પૂજન, મંત્ર સિદ્ધિ અને ચોપડા પૂજનનું પણ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે.

આ નક્ષત્રમાં સોનું, આભૂષણો કે મિલકતો ખરીદવાની છે પરંપરા (Etv Bharat Gujarat)

તમને જાણવી દઈએ કે, ગુરુનો વિદ્યા સાથેનો સીધો સંબંધ હોવાને કારણે પણ ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે વેપારીઓ ચોપડાની શુભ મુહૂર્તમાં ખરીદી કરીને વર્ષભરના તેમના વ્યવહારો આ ચોપડામાં નોંધતા હોય છે. જેથી ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે ચોપડાની ખરીદીનું પણ વિશેષ મહત્વ જોવા મળે છે.

આ નક્ષત્રમાં સોનું, આભૂષણો કે મિલકતો ખરીદવાની છે પરંપરા (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. કચ્છ ધરાની 'કવયિત્રી', 30 દિવસમાં અંગ્રેજી ભાષામાં 71 કવિતા લખીને બનાવ્યો રેકોર્ડ
  2. ઈન્દ્ર લોકમાંથી આવ્યું છે 'જાસૂદ'નું ફૂલ, આ ફૂલ જો લક્ષ્મીજીને ચડાવશો તો પૈસામાં રમશો...

ABOUT THE AUTHOR

...view details