કચ્છઃદિવાળીના તહેવારમાં સૌ કોઈ લોકોએ ધામધૂમપૂર્વક ફટાકડા ફોડીને ઉજવણી કરી છે ત્યારે 31 ઓકટોબરના સમગ્ર રાજ્યમાં કાર્યરત 108ની ટીમને 4889 ઈમરજન્સી કોલ આવ્યા છે. જે સામાન્ય દિવસોમાં આવતા 4504 ઈમરજન્સી કોલની સાપેક્ષમાં 8.55 ટકા વધારે છે. દિવાળી પર ઘટતી ઘટનાઓને પહોંચી વળવા 108 ટીમના કર્મચારીઓની ટીમ 24/7 તૈનાત હતી. તહેવારો તેમજ મોટા દિવસો દરમિયાન ઈમરજન્સી સેવા દરમિયાન કોઈ પણ પ્રકારની ચૂકના કારણે કોઈ પણ વ્યક્તિનો જીવ ન જાય તે રીતે 108 ની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
108 એમ્બ્યુલન્સ (Etv Bharat Gujarat)
રોડ એક્સિડન્ટમાં સામાન્ય દિવસોની સરખામણીએ 91.48% વધારો
સમગ્ર રાજ્યમાં દિવાળીના દિવસે બળી જવાના 38 જેટલા ઇમરજન્સી કોલ 108 ને આવ્યા હતા. જે પૈકી સૌથી વધારે અમદાવાદમાંથી 8, સુરતમાંથી 6 અને ભરૂચમાંથી 5 ઇમરજન્સી કોલ આવ્યા હતા. તો રોડ એક્સિડન્ટમાં સામાન્ય દિવસોની સરખામણીએ 91.48% વધારો નોંધાયો હતો જેમાં સામાન્ય રીતે 481 જેટલા ઇમરજન્સી કોલ રોડ એકસિડન્ટ માટે આવતા હોય છે. જે દિવાળીના દિવસે 921 જેટલા નોંધાયા હતા.
આંકડાકીય વિગતો (Etv Bharat Gujarat)
ઈમરજન્સી કોલ્સમાં વધારો થયો હોય તેવા જિલ્લાઓ
રાજ્યમાં physical assault ના સામાન્ય દિવસોમાં 144 જેટલા કેસ નોંધાતા હોય છે જ્યારે દિવાળીના દિવસે 323 જેટલા ઇમરજન્સી કોલ નોંધાયા હતા. જે 124.31% વધારો જણાઈ આવે છે તો રાજ્યમાં જિલ્લા મુજબ સૌથી વધારે ઈમરજન્સી કોલ્સમાં વધારો થયો હોય તેવા જિલ્લાઓમાં આણંદ, અરવલ્લી, ભરૂચ, બોટાદ, દાહોદ, મહીસાગર, મોરબી, પંચમહાલ, પોરબંદર, ડાંગ અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે.
આંકડાકીય વિગતો (Etv Bharat Gujarat)
અમદાવાદમાં ફિઝિકલ એસોલ્ટ અને રોડ એકસીડન્ટના કેસમાં વધારો
અમદાવાદ જિલ્લામાં સામાન્ય દિવસોમાં 108 ઈમરજન્સીને 940 જેટલા ઇમરજન્સી કોલ્સ આવતા હોય છે પરંતુ દિવાળીના દિવસે આ કોલ્સમાં ઘટાડો થયો હતો અને 889 જેટલા ઇમરજન્સી કોલ્સ નોંધાયા હતા. તો રોડ એકસીડન્ટ ના બનાવો અમદાવાદમાં સામાન્ય દિવસોમાં 90 જેટલા ઘટતા હોય છે પરંતુ દિવાળીના દિવસે 131 જેટલા રોડ એક્સિડન્ટના કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં ફિઝિકલ એસોલ્ટ ના પણ કેસમાં 120% જેટલો ઉછાળો જોવા મળ્યો હતો અને સામાન્ય દિવસોમાં 35 કેસોની સાપેક્ષમાં દિવાળીના દિવસે 77 જેટલા કેસ નોંધાયા હતા.