પોરબંદર : ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના થવાના બનાવ વધી રહ્યા છે. હાલમાં જ કુતિયાણામાં પણ હાર્ટ એટેકથી મોત થયાનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં દાંડિયા રાસમાં નાગીન ડાન્સ કરતા એક વેપારીને હાર્ટ એટેક આવતા તેમનું સ્થળ પર જ પળભરમાં મોત નિપજ્યું હતું.
"શુભ પ્રસંગમાં માતમ છવાયો" કુતિયાણામાં નાગીન ડાન્સ કરતા કરતા વેપારીનું મોત - Person Dies while Dancing
કુતિયાણાના બારોટ પરિવારમાં પુત્રવધુના શ્રીમંત પ્રસંગે દાંડીયા રાસ રમતા પરિવારના મોભીનું મોત થયું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ડાન્સ કરી રહેલા વેપારીને હાર્ટ એટેક આવતા ઘટનાસ્થળે જ મોત થતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.
Published : Aug 13, 2024, 7:40 PM IST
ડાન્સ કરતા વેપારીનું મોત :પ્રાપ્ત માહિતી અનુસાર કુતિયાણામાં રહેતા બારોટ પરિવારમાં પુત્રવધુના શ્રીમંતનો પ્રસંગ હતો. જેથી કુતિયાણામાં આવેલ મહેર સમાજની વાડી ખાતે આ પ્રસંગે દાંડિયા-રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખુશીના પ્રસંગમાં પુત્રવધુના સસરા દિનેશભાઈ બારોટ નાગીન ડાન્સ કરી રહ્યા હતા. તે સમયે એકાએક હાર્ટ એટેક આવતા તેઓ બેસૂધ બની ઢળી પડ્યા હતા. ઘટનાસ્થળે તેમનું મોત નીપજ્યું અને ખુશીનો આ પ્રસંગ શોકમાં ફેરવાયો હતો.
પરિવારમાં શોકનો માહોલ :દિનેશભાઈ બારોટનું અચાનક મૃત્યુ થતાં કુતિયાણાના વેપારીઓમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું. કુતિયાણામાં દિનેશભાઈ વેપારી એસોસિએશનના સભ્ય હતા. હસમુખ સ્વભાવના દિનેશભાઈ અચાનક વિદાય લઈ લેતા પરિવાર સહિત કુતિયાણામાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. આ પ્રસંગ કોઈ વિડીયો બનાવી રહ્યા હતા, જેના કેમેરામાં આ સમગ્ર બનાવ કેદ થયો હતો.