ભાવનગર: શહેર અને જિલ્લામાં આશરે 2 લાખ જેટલા લોકોને હીરામાંથી રોજગારી મળી રહે છે, ત્યારે આ વર્ષે દિવાળી વેકેશન લાંબુ તેમજ વેકેશનની નક્કી કરેલી મર્યાદા કરતા પણ વધારે ગાળો સમય વેકેશન લાંબા હોય. તો પણ નવાઈ નહીં જોકે કાયમી ન હોવાને પગલે કલાકારોને એક મહિના માટે પણ પોતાની રોજી રોટી હીરામાં ન મળે તો બીજે નોકરી શોધવાનો વારો આવ્યો છે. ત્યારે ETV BHARAT એ 2 થી 3 લોકો સાથે વાતચીત કરી હતી.
ગત વર્ષ કરતા વેકેશન લાંબુ પડ્યું છે: ભાવનગર શહેરના કુમુદવાડી, શિવાજી સર્કલ, સહિત શહેરના અનેક વિસ્તારમાં હીરાના કારખાનાઓ ચાલે છે. પરંતુ આ વર્ષે વેકેશન લાંબુ પડ્યું છે જેથી રત્નકલાકારો મૂંઝાયા છે. ETV BHARAT એ રત્ન કલાકારો અને તેમના પરિવાર સાથે વાતચીત કરી હતી. ત્યારે રત્ન કલાકાર જગદીશ ડાભીએ જણાવ્યું હતું કે, દર વર્ષે 15 થી 20 દિવસનું વેકેશન હોય છે. આ વર્ષે વેકેશન કેટલું લાંબુ થયું છે તે નક્કી નથી. આ વેકેશન 15 દિવસ કે મહિનો ચાલે તેવું લાગી રહ્યું છે. જ્યારે એ લોકો ફોન કરે ત્યારે અમારે નોકરી ઉપર જવાનું, ત્યારે આ મહિનામાં ચાલુ થઇ જાય તો બધુ ઠીક છે. નહી તો અમારે મજૂરી કરીને ગમે એમ કરીને ઘરનું પૂરું કરવાનું,ઘરમાં છોકરાઓને પણ ભણાવવાના હોય છે અને ઘરની વસ્તુઓ પણ લાવવાની હોય છે.
હીરામાં લંબાયેલા વેકેશને રત્નકલાકારોને મુશ્કેલીમાં નાખ્યા (Etv Bharat Gujarat) કામ શરૂ ન થાય તો બીજુુ કામ શોધવું પડશે: ભાવનગરના અક્ષરપાર્કમાં રહેતા એક રત્ન કલાકાર સાથે વાત કરી હતી ત્યારે રત્ન કલાકાર મુકેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, વેકેશન દર વખતે 10 થી 15 દિવસનું પડતું હોય છે ત્યારે આ વખતે મહિનાનું પડ્યું છે. દિવાળી પણ વ્યાજે પૈસા લાવીને કરીએ છીએ. આ વખતે કામ નહી મળે તો ક્યાંક બીજે ધંધો શોધવો પડશે. રત્ન કલાકારોએ ETV BHARAT ના માધ્યમથી પોતાની મુશ્કેલી જણાવી હતી અને કહ્યું કે, અમે આ ધંધામાંથી 15 થી 20 હજાર રુપિયા કમાઇ લઇએ છીએ. અમે કાયમી નથી. આ વખતે સમયસર કામ શરુ નહી થયું તો બીજો ધંધો કે કામ શોધવું પડશે.
હીરામાં લંબાયેલા વેકેશને રત્નકલાકારોને મુશ્કેલીમાં નાખ્યા (Etv Bharat Gujarat) બાળકોને ભણાવવા, ઘર કેમ ચલાવું ગૃહિણીનો કકળાટ: અક્ષરપાર્કમાં રહેતા દાઈબેન સાથે ETV BHARATએ મુલાકાત કરી હતી. દાઈબેનના ઘરમાં તેમના બે દીકરા અને એક વહુ હીરામાં કામ કરવા જાય છે. 11 થી 12 લોકોનો પરિવાર છે. ત્યારે અક્ષરપાર્કમાં રહેતા દાઈબેને જણાવ્યું હતું કે ,અમે ઘરમાં હીરા ઘસવા વાળા ત્રણ સભ્યો છીએ. ઘરમાં ખાવા વાળા 11 જણા છીએ. આ વેકેશન લંબાવ્યું તો માણસ ખાય શું, મજૂરી કરવા ક્યાં જઇએ. હીરા ઉપર તો અમારી રોજીરોટી ચાલતી હોય છે, ત્યારે હજુ હીરાનું કામ શરુ થાય તેવા કોઇ અણસાર અમને દેખાતા નથી. "બાર બાર જણાના પેટ કેમ ભરવા"
હીરામાં લંબાયેલા વેકેશને રત્નકલાકારોને મુશ્કેલીમાં નાખ્યા (Etv Bharat Gujarat) ડાયમંડ એસોસિએશનનો નરમ ગરમ જવાબ: ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસીયાએ જણાવ્યું હતું કે, જેમ્સ એન્ડ જવેલરી પાર્કની વાત તો અલગ છે, પણ અત્યારે જે 2 વર્ષથી હીરાની છેલ્લી પરિસ્થિતિ છે, એની સાથે અત્યારે પાંચમ અને અગિયારસે મુહૂર્ત ખોલવાનું હોય છે. પણ આ વર્ષે મંદીના હિસાબે વેકેશન લંબાવ્યું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વેકેશન લંબાવવાથી કારીગરોને થોડીક તકલીફ પડશે. હવે જો સરકારને કોઇ રજૂઆત કરે કે કોઇ રાહત જાહેર થાય. તો સારુ થઇ શકે કેમ કે, હીરાનું માર્કેટ ઇન્ટરનેશનલ માર્કેટ પર નિર્ભર કરે છે.
હીરામાં લંબાયેલા વેકેશને રત્નકલાકારોને મુશ્કેલીમાં નાખ્યા (Etv Bharat Gujarat) સરકાર કોઇ આર્થિક પેકેજ આપે:ઘનશ્યામભાઈ ગોરસીયાએ જણાવ્યું કે, ભાવનગર જિલ્લામાં 2 લાખ લોકો સીધા હીરાથી રોજી રોટી મેળવે છે. 10 યુનિટ એવા છે જે અત્યારે બંધ થઇ ગયા છે, એટલે એવા 15 થી 20 હજાર માણસોની રોજી છીનવાઇ જવાથી તેઓને બીજા રોજગારીની તકો શોધવી પડે છે. સરકાર દ્વારા વારંવાર રત્નદીપ યોજના વિશે વાત કરવામાં આવી છે. ખરાબ પરિસ્થિતિમાં આર્થિક પેકેજ પણ આપે છે ત્યારે જ રત્ન કલાકારોના છોકરાઓને મેડીકલ કે અભ્યાસને લઇને પેકેજ આપે જેથી તેમની મુશ્કેલી દૂર થઇ શકે.
આ પણ વાંચો:
- આ દિવાળીમાં આંબરડી સફારી પાર્ક સહેલાણીઓમાં લોકપ્રિય, સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
- અમદાવાદ: નકલી જજ અને તેના સાથીના 11 દિવસના રિમાન્ડ પૂર્ણ, કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા