અમરેલી: આજે ધનતેરસના દિવસે સોનું અને ચાંદી ખરીદવાનું મહત્વ હોય છે. ત્યારે આજે મોટી સંખ્યામાં લોકોની ભીડ બજારોમાં જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના સોની બજારમાં આજે સોનુ અરીદવા લોકોની ભીડ ઉમટી હતી.
ધનતેરસના દિવસે સોનું ખરીદવું શુભ ગણાય: અમરેલીના સ્થાનિક ક્રિષ્નાબેન વાઘેલા (ઉંમર વર્ષ 21)એ જણાવ્યું હતું કે, 'તેમણે અભ્યાસ ગ્રેજ્યુએશન સુધી કર્યો છે. પોતે સોનુ ખરીદવા માટે ગોલ્ડના શોરૂમ ખાતે આવ્યા છે. તેઓ સાવરકુંડલા શહેરમાં રહે છે. આજે ધનતેરસના પવિત્ર તહેવાર છે અને ધનતેરસના દિવસે સોનું ખરીદવું શુભ મનાય છે. જેથી પોતે સોનું ખરીદવા આવ્યા છે અને સોનાનો ભાવ 70 હજાર ઉપર પહોંચતા હાલ મોટી સંખ્યામાં લોકો સોનાની ખરીદી કરી રહ્યા છે.'
મોટી સંખ્યામાં ખરીદી માટે લોકો ઉમટ્યા: પરેશભાઈ હિંગુ (ઉંમર 52 વર્ષ)એ જણાવ્યું હતું કે,' તેમણે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે અને પોતે સાવરકુંડલા અને રાજકોટ શહેરમાં શોરૂમ ધરાવે છે. તેઓ ગોલ્ડના વેપારી છે અને પોતે સોનામાંથી અલગ અલગ ડિઝાઇનની આભૂષણો બનાવે છે. છેલ્લા 15 વર્ષથી આ કામગીરીમાં જોડાયા છે અને હાલ ધનતેરસ હોવાથી મોટી સંખ્યામાં લોકોએ ખરીદી કરવા આવે છે.'