ગુજરાત

gujarat

શું ગુજરાત પર ત્રાટકશે "અસના" : ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું, જાણો હવામાન વિભાગે શું કહ્યું... - Cyclone Asna

By ETV Bharat Gujarati Team

Published : Aug 31, 2024, 9:34 AM IST

અરબી સમુદ્રમાં કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠે સર્જાયેલ ડીપ ડિપ્રેશન ચક્રવાત "અસના" માં ફેરવાઈ ગયું છે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. હવે તે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. શું ગુજરાત પર ફરી ચક્રવાતનો ખતરો છે, જુઓ હવામાન વિભાગે શું કહ્યું... Cyclone Asna IMD forecast

શું ગુજરાત પર ત્રાટકશે "અસના"
શું ગુજરાત પર ત્રાટકશે "અસના" (ANI)

ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ થયો હતો. જેના કારણે અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ચક્રવાતી તોફાન "અસના" :હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠે સર્જાયેલ ડીપ ડિપ્રેશન ચક્રવાત "અસના" માં ફેરવાઈ ગયું છે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થયો હતો. જોકે, હવે આગામી કેટલાક કલાકોમાં તે આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લગભગ 47 વર્ષ બાદ ઓગસ્ટ મહિનામાં અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન આવ્યું હતું. પાકિસ્તાને તેને અસના નામ આપ્યું છે.

ગુજરાતમાં "અસના" ત્રાટકશે ?હવામાન વિભાગે આજે શનિવારના રોજ ચેતવણી જાહેર કરી છે કે, અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન ચક્રવાત 'અસના' ના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. 'અસના' આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પૂર્વ અરબી સમુદ્રથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ અને ભારતીય તટથી દૂર જવાની શક્યતા છે.

ચક્રવાતી તોફાનની દિશા :હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, 14 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે ડીપ ડિપ્રેશન 23.6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 66.4 ડિગ્રી પૂર્વ રેખાંશ પર ગુજરાતના નલિયાથી 250 કિમી પશ્ચિમ અને પાકિસ્તાનના કરાચીથી 160 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ અને પાકિસ્તાનમાં પસનીથી 350 કિમી પૂર્વ-દક્ષિણ પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે.

ગુજરાતમાં વરસાદની સ્થિતિ :આ પહેલા શુક્રવારે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. IMD ના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. તેમજ 1 જૂનથી અત્યાર સુધીમાં રાજ્યમાં 882 mm વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં 882 mm વરસાદ :રામાશ્રય યાદવે એક નિવેદનમાં જણાવ્યું કે, 'છેલ્લા 24 કલાકમાં કચ્છમાં ભારે વરસાદ થયો હતો. ગુજરાતમાં 1 જૂનથી અત્યાર સુધીમાં 882 mm વરસાદ નોંધાયો છે. આ સામાન્ય કરતાં 50 ટકા વધુ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

  1. દુકાળીયો પ્રદેશ ગણાતા કચ્છમાં 177.22 ટકા વરસાદ પડ્યો - Kutch
  2. નવસારી જિલ્લામાં વરસાદી આફત બાદની પરિસ્થિતિનો ગ્રાઉન્ડ રિપોર્ટ

ABOUT THE AUTHOR

...view details