ગુજરાત

gujarat

ETV Bharat / state

વઘઈ-બીલીમોરા નેરોગેજ ટ્રેનની રોમાંચક સફર, અદભુત કુદરતી સૌંદર્યનો લ્હાવો - Dang News - DANG NEWS

બીલીમોરાથી શરૂ થયેલ નેરોગેજ ટ્રેનની સફર કુદરતી સૌંદર્યની વચ્ચેથી થઈ ગણદેવી, ચીખલી, રાનકુવા થઈ ઉનાઈ સુધી પહોંચે છે. બાપુ કી ટ્રેન તરીકે ઓળખાતી બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન અંતરિયાળના આદિવાસીઓને શહેર સાથે જોડે છે. આ ટ્રેનમાં પ્રવાસ ખેડવો બહુ રોમાંચક છે. રેલમાર્ગમાં અદભુત કુદરતી સૌંદર્યનો લ્હાવો માણી શકાય છે.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 17, 2024, 9:34 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ડાંગઃ ભારતમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે શરૂ કરેલી નેરોગેજ ટ્રેન આજ સુધી આદિવાસીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. બાપુ કી ટ્રેન તરીકે ઓળખાતી બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન અંતરિયાળના આદિવાસીઓને શહેર સાથે જોડે છે.અંગ્રેજોને ડાંગ જિલ્લામાંથી લાકડાઓ લાવવા અને લઇ જવા માટે ટ્રેન ખૂબ ઉપયોગી સાબિત થઈ હતી. સમય જતા આ ટ્રેનને આદિવાસીઓના પરિવહન માટે પણ ઉપયોગમાં લેવામાં આવી રહી છે.

સયાજીરાવ ગાયકવાડે ટ્રેન શરુ કરી હતીઃ પ્રવાસીઓની મનપસંદ આ ટ્રેન આઝાદી પહેલાના સમય એટલે કે 1913માં બરોડા ના મહારાજ સયાજી ગાયકવાડ દ્વારા શરૂ કરવામાં આવી હતી. મૂળ ડાંગના ઈમારતી લાકડાના વાહતુંક હેતું સ્વરૂપ કરાયેલી આ ટ્રેનને અનેક ચઢાવ ઉતાર જોયા છે. શરૂઆતમાં સ્ટીમ એન્જિન સાથે શરૂ થયેલી આ ટ્રેનને 24 વર્ષે બાદ એટલે કે છેક 1937માં ડીઝલ એન્જિન સાથે જોડવામાં આવી હતી. આ ટ્રેનનું સ્ટીમ એન્જિન અત્યારે ચર્ચગેટ રેલવે સ્ટેશનની બહાર મૂકવામાં આવ્યું છે.

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

બોલીવૂડ કનેકશનઃ વર્ષ 1971માં જ્યુબિલિ સ્ટાર રાજેન્દ્રકુમારની ફિલ્મ 'આપ આયે બહાર આઈ'માં આ ટ્રેન, વઘઈનું રેલવે સ્ટેશન, કીલાદ, વઘઈ નગર સો મીલ અને ટીમ્બર ડેપોના દ્રશ્ય કંડારાયા છે. દરિયાઈ સપાટીથી માત્ર 11 મીટરની ઊંચાઈ આવેલા બીલીમોરા જંકશન રેલવે સ્ટેશનથી ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર એવા અને દરિયાઈ લેવલથી 122.11 મીટરની ઊંચાઈએ આવેલા વઘઈ રેલવે સ્ટેશનને જોડતી આ ઐતિહાસિક નેરોગેજ ટ્રેન 63 કિલોમીટરનું અંતર 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અંદાજિત 3 કલાકમાં પૂર્ણ કરે છે.

યાદગાર અનુભવઃ આ નેરોગેજ ટ્રેન બીલીમોરા જંકશનથી નીકળી ગણદેવી , ચીખલી રોડ, રાનકુવા, ધોળીકુવા, અનાવલ, ઉનાઈ/વાંસદા રોડ, કેવડીરોડ , કાળાઆંબા અને વાંસદા નેશનલ પાર્કમાં સમાવિષ્ટ ડુંગરડામાં થઈ વઘઈ રેલવે સ્ટેશનને પહોંચે છે. દક્ષિણ ગુજરાતની લોકમાતા અને સાપુતારાની ગિરિકંન્દ્રામાંથી નીકળતી અંબિકા નદી પરના સદી જૂના પુલ ઉપરથી ડુંગરડા નજીકથી પસાર થતી આ ટ્રેન પ્રવાસીઓના શરીરમાં આછી ધ્રુજારી પણ ઉત્પન્ન કરે છે. હેરીટ્રેટ ટ્રેનનો દરજ્જો પ્રાપ્ત કરનારી આ ટ્રેન ડાંગ વાંસદા સહિતના વિસ્તારોને બીલીમોરા સાથે જોડી તેમને મુંબઈ કે અમદાવાદ, દિલ્હી તરફ જવા માટેની સગવડ પુરી કરી આપે છે.

હેરિટેજ ટ્રેનઃ ડાંગથી પસાર થતી આ ટ્રેન અહીંના લોકોની જીવાદોરી હોવા સાથે પ્રકૃતિ પ્રેમી પર્યટકો માટે પણ ખૂબ મહત્વતા ધરાવે છે. પ્રકૃતિ પ્રેમી પર્યટકો માટે એક એસી કોચ પણ જોડાયો છે. પેલેસ ની યાદ અપાવતા અને 3 તરફ કાચની મસમોટી બારીઓ માંથી કુદરતના અણમોલ નજારા માણવાનો અવસર પ્રદાન કરતી આ ટ્રેન તેના હેરિટેજના દરજ્જા સાથે પર્યટકોને આનંદ અને ઉસાહ પૂરો પાડે છે.

  1. ગુજરાતમાં નાયગ્રા ધોધની મજા માણવા પધારો ડાંગ, વઘઈનો ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો - Dang News

ABOUT THE AUTHOR

...view details