નવસારી:કોંગ્રેસી ઉમેદવાર નૈષધ દેસાઈએ આજે કલેકટર કચેરી ખાતે નવસારી લોકસભા બેઠક ઉપર પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ સાંજે પાંચ વાગ્યે નવસારીના જલાલપોરના મટવાડ ગામથી ઐતિહાસિક દાંડી નમક સત્યાગ્રહ સ્મારક સુધી પદયાત્રા યોજી હતી. કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ તેમજ સમર્થકો સાથે મટવાડ ખાતે સ્થિત ગાંધી પ્રતિમાને સુતરની આંટી પહેરાવી કોંગી ઉમેદવારે પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. બાપુની જેમ પોતડી પહેરી ગાંધી પરિવેશમાં નૈષધ દેસાઈએ ગાંધીને જીવંત કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ગાંધી વિચારો અને ગાંધી આચરણ થકી મતદારો સુધી પહોંચવાનો આરંભ કર્યો હતો. દાંડીના સૈફી વિલા ખાતે પૂ. મહાત્મા ગાંધીજીની પ્રતિમાને વંદન કરી સુતરની આંટી પહેરાવી નૈષધ દેસાઈએ જીએસટી એક મોટું કૌભાંડ હોવાના આક્ષેપો કરી ભાજપ અને મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સાથે કોંગ્રેસીઓએ દાંડીના પ્રાર્થના મંદિર સ્થિત ગાંધી પ્રતિમા પાસે ધરણા કર્યા હતા.
નવસારી લોકસભાના કોંગ્રેસી ઉમેદવારની દાંડી યાત્રા - Dandi Yatra of Congress candidate - DANDI YATRA OF CONGRESS CANDIDATE
નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર નૈષધ દેસાઈ ઉમેદવારી જાહેર થયા બાદ ગાંધીને જીવંત કરીને બેઠા છે અને તેમણે ગાંધી પરિવેશમાં નવસારીના મટવાડથી દાંડી સુધીની પદયાત્રા કરી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા.
Dandi Yatra of Congress candidate
Published : Apr 20, 2024, 10:46 AM IST
રોજના પાંચ કલાક પદયાત્રા:નૈષધ દેસાઈએ જણાવ્યુ કે, આવનારા દિવસોમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ રોજના પાંચ કલાક પદયાત્રા કરી મતદારો સુધી પહોંચશે અને મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર જેવા મુદ્દે મતદારોને જાગ્રત કરવાનો પ્રયાસ કરી મતોની માંગ કરશે. જ્યારે ભ્રષ્ટાચારને સિસ્ટમ બનાવી દેનાર ભાજપને ધોબી પછડાટ આપી નવસારી લોકસભા સીટને કબજે કરીશું.