દાહોદ: દાહોદ જિલ્લાના એક ગામની છ વર્ષની બાળકીના હત્યાના ગુનામાં આરોપી આચાર્ય ગોવિંદ નટને ઝડપી પાડ્યા બાદ 12 દિવસના મધ્યાંતર બાદ 1700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી દેવામાં આવી છે. જેને લઈને દાહોદ ડીએસપી રાજદીપસિંહ ઝાલાએ વિવિધ માધ્યમોનેે સંબોધન કર્યું હતું.
દાહોદ બાળકીની હત્યા કેસમાં પોલીસે દાખલ કરી 1700 પાનાની ચાર્જશીટ - Dahod girl Murder case - DAHOD GIRL MURDER CASE
દાહોદમાં છ વર્ષની બાળકીની હત્યાના મામલામાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી અને આ મામલે વધુ જાણકારી આપતા ડીએસપી રાજદીપસિંહ ઝાલા દ્વારા પત્રકારોને સંબોધન કરવામાં આવ્યું હતું.
Published : Oct 3, 2024, 5:18 PM IST
|Updated : Oct 4, 2024, 7:48 AM IST
દાહોદ ડીએસપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાના રણધીકપુર તાલુકાના પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગામની ઘટનામાં છ વર્ષની બાળકી ઘટનાનો ભોગ બની હતી. જેમાં 19 તારીખે રાત્રે અને 20 તારીખે ખૂનનો ગુનો દાખલ થયા ત્યારબાદ ગુનો ડિટેક્ટ કરી આરોપી ગોવિંદ નટની ધરપકડ કરવામાં આવી હતી. આ બાબતે દાહોદ પોલીસે યોગ્ય તપાસ થાય ઊંડાણપૂર્વક તપાસ થાય સમય તપાસ પૂર્ણ થાય તે માટે તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં 4 DySP, 4 PI, 2 PSI હતા, જેમાં તેનું નેતૃત્વ DySP લીમખેડા વ્યાસ કરી રહ્યા હતા અને તપાસ અધિકારી તરીકે નરેન્દ્ર ચૌધરી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.
તેમણે કહ્યું કે, આ તપાસમાં આશરે 300 જેટલી પોલીસ તપાસમાં અલગ અલગ રીતે જોડાઈ હતી. 12 દિવસના મધ્યાંતરે 1700 પાનાની ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરી દેવામાં આવી છે. આ ચાર્જશીટમાં તમામ બાબતોના અલગ-અલગ ભાગોનો અભ્યાસ કરી, વૈજ્ઞાનિક પુથકરણ કરી દેવામાં આવ્યું છે. મુખ્યત્વે બે એનાલિસિસ અગત્યના છે જે સ્કિનને યરમાં સેલ્સ હોય છે એ સેલ્સના ગાંધીનગરમાં ફોરેન્સિક લેબમાં તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત ક્રાઈમસીનની સાયકોલોજી ફોરેન્સિક એનાલિસિસ પણ આ કિસ્સામાં કરવામાં આવ્યું છે. ક્રાઈમ સીનની વીડિયોગ્રાફી ડ્રોનની ક્રાઈમ્સ ટાઈમનો દરમ્યાનની વીડિયોગ્રાફી વિક્ટ ટીમ આરોપીના સ્ટેટમેન્ટ, ઓરલ ડોક્યુમેન્ટ જે હોય, એ તમામને સંકલિત કરીને ગાંધીનગર ફોરેન્સિક લેબ દ્વારા આખું ડીટેલ ફોરેન્સિક સાયકોલોજી રિપોર્ટ અને ક્રિમિનલ સાયકોલોજી રિપોર્ટ અમને પૂરો પાડવામાં આવે છે. 150 થી વધુ શાયદો અને તપાસવામાં આવ્યા છે. રાજ્ય સરકારની મંજૂરીથી સ્પેશિયલ પબ્લિક વકીલ અમિત નાયકની નિમણૂક કરી છે.