દાહોદ: દાહોદ જિલ્લો બે રાજ્યોને સરહદને અડીને આવેલો જિલ્લો હોવાથી અસામાજિક તત્વો દ્વારા અવારનવાર તરકીબો અજમાવીને ક્રાઈમને અંજાન આપતા હોય છે. જેમાં ગત દિવસના રોજ ઝાલોદ પીએસઆઇ એમ એમ માળીને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના મંદસોર તરફથી નસીલા માદક પદાર્થ ભરીને એક પીકઅપ ઝાલોદ તરફ આવનાર છે. જે બાતમીના આધારે ઝાલોદ પીએસઆઇ એમએમ માળીએ પોતાની ટીમને સતર્ક કરી હતી. જે અનુસારની (MP 14 ZB 6925) નંબરની પીક અપ ધાવડિયા સર બોર્ડરથી ઝાલોદમાં એન્ટર થતા જ ઝાલોદ પોલીસની ટીમે ગાડીને ઊભી રખાવી ચેકિંગ હાથ ધર્યું હતું.
કુલ 16,14,250નો મુદ્દા માલ કબજે કરાયો: જેમાં પ્રથમ તો ગાડીમાં ડુંગળીઓ ભરેલી હતી. ત્યારબાદ વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ડુંગળીના આડમાં બીજા 22 થેલા જેમાં અફીણના જીંડવા પોષ ડોડા મળી આવ્યા હતા. જેનો વજન કરતા 431.920 કિલોગ્રામ વજનનો જથ્થો મળી આવ્યો હતો. જેની આશરે કિંમત 12,95,760 તથા ડુંગળીના 12 થેલા અને ત્રણ લાખની પીકપ ગાડીની કિંમત અને 10,000નો મોબાઈલ મળી કુલ 16,14,250નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો.
ડુંગળીની આડમાં નશીલા પદાર્થની હેરાફેરી (ETV Bharat Gujarat) આરોપી વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ: ઉપરાંત પીકઅપના ડ્રાઇવર માંગીલાલ ગવારીયાની ધરપકડ કરાઈ હતી. પોલીસે તપાસમાં જાણવા મળ્યું હતું કે, 'આ માદક પદાર્થ મધ્યપ્રદેશથી ભાવનગર તરફ જઈ રહ્યો હતો. જેમાં ગુજરાતમાં પ્રવેશવા માટે ધાવડિયા સરહદનો ઉપયોગ કરાયો હતો. પરંતુ પોલીસની તપાસને કારણે ઝડપાઈ ગયો હતો. જેમાં ઝાલોદ પોલીસ હાલ મધ્યપ્રદેશના મદસોરના પીપળીયા મંડીના માંગીલાલ બાબુલાલ ગવારીયા તથા જથ્થો મંગાવનાર ભાવનગરના ઇન્દ્રજીત સિંહ સરવૈયા તથા અશોક ખેર નામના વ્યક્તિએ અને જથ્થો ભરનાર મધ્યપ્રદેશના બારાખેડી ગામના દિલીપ માલવિયા નામના શખ્સ મળીને ચાર જણા વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઝાલોદ પોલીસે લાખોના મુદ્દા માલ કર્યો જપ્ત (ETV Bharat Gujarat) દાહોદ જિલ્લો બે રાજ્યની સરહદે આવેલો હોવાથી ગુજરાતમાં પ્રવેશવા માટે દાહોદ જિલ્લો આ સામાજિક તત્વો અને માદક નશીલા પદાર્થ ગુજરાતમાં ઘુસાડવા માટે તથા યુવાધનને બરબાદ કરનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને જિલ્લાની તમામ ચેકપોસ્ટ દિવાળી સમય દરમિયાન સીલ કરાય તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચો:
- સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઈટને બૉમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, કચ્છ પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ
- સુરત પોલીસનું અત્યાધુનિક કંટ્રોલ સેન્ટર શરૂ, PCR વાનનું લાઈવ ટ્રેકિંગ થશે