ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં નકલી NA કૌભાંડ સામે કાર્યવાહી: APMCના ડિરેક્ટર નિલેશ બળદવાલની ધરપકડ થઈ

પ્રોપર્ટી કાર્ડ બનાવી સરકાર તથા પ્રજા સાથે છેતરપિંડી કરનાર સામે તપાસમાં દાહોદ APMCના ડિરેક્ટર નિલેશ બળદવાલની ધરપકડ કરાઈ હતી.

APMCના ડિરેક્ટર નિલેશ બળદવાલની ધરપકડ થઈ
APMCના ડિરેક્ટર નિલેશ બળદવાલની ધરપકડ થઈ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

દાહોદ:જિલ્લામાં નકલી NA કેસમાં અવારનવાર કૌભાંડ્યોની ધરપકડ કરાઈ રહી છે. આ દરમિયાન હાલ બે દિવસ અગાઉ દાહોદ સીટી સર્વેના શિરેસ્તરદાર અને મેન્ટેનન્સ સર્વેયરની ધરપકડ બાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. અહીં કૌભાંડની તપાસમાં વધુ એક નામ જોડાયું હતું જે બાદ પોલીસે નકલી હુકમો મામલે APMC દાહોદના ડિરેક્ટરને ઝડપી પાડી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, દાહોદ શહેરના આસપાસના ગામોમાં આચરેલા જમીન કૌભાંડ કે જેમાં NA અને 73 AA ની બનાવટી હૂકમો બનાવનાર સરકારી કચેરીના બાબુઓ પર સકંજો મજબૂત રીતે કસવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ બનાવી સરકાર તથા પ્રજા સાથે છેતરપિંડી કરનાર સામે તપાસમાં દાહોદ APMCના ડિરેક્ટર નિલેશ બળદવાલની ધરપકડ કરાઈ હતી. જેમાં દાહોદ પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

નકલી હુકમો મામલે APMC દાહોદના ડિરેક્ટર નિલેશ બળદવાલની ધરપકડ થઈ (Etv Bharat Gujarat)

તમને જણાવી દઈએ કે, દાહોદ શહેર અને આસપાસના ગામોમાં જમીન કૌભાંડમાં NA તથા 73 AA ના નકલી હુકમો અને જમીન વેચાણ કરી પ્રજા સાથે અને સરકાર સાથે છેતરપિંડી કરવાના ગુનામાં અત્યાર સુધી ચારથી વધુ ફરિયાદો અને 112 જેટલા લોકો સામે નામથી ફરિયાદ દાખલ થઈ છે. ત્યારે જમીન કૌભાંડમાં શંકાસ્પદ તરીકે જાહેર થયેલા સર્વે નંબરોમાં હાલ પોલીસ દ્વારા નિવેદનો લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન દાહોદ પોલીસે નિલેશ બળદવાલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

તો આખરે ઘટના એમ છે કે...

દાહોદ શહેર નજીક આવેલ કાળીતળાઈ ગામે સર્વે નંબર 31/10 વાળી જમીનનો મુળ શેત્રફળ 5 હેક્ટર હતું જેને બદલી 2009માં મામલતદારના આદેશથી આ જમીનનું ક્ષેત્રફળ 10 હેક્ટર થઈ જતા ઉપરોક્ત જમીન વિવાદમાં આવી હતી. જે વાત જમીનના મૂળ માલિકોને જાણ થતાં તેઓ કલેક્ટર ઓફિસમાં ગયા હતા. જ્યારબાદ આ મામલે કલેક્ટરમાં આરટીએસ દાખલ થઈ હતી.

આ મામલે ખેડૂતની અરજી સંદર્ભે 25 જુલાઈ 2024 ના રોજ કલેકટર દ્વારા મનાઈ અરજી મંજૂર કરીને આખરી નિર્ણય ન થાય ત્યાં સુધી રેકર્ડ યથાવત પરિસ્થિતિને જાળવી રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જ્યારે આ જમીનમાં બોગસ NAના હુકમના આધારે ખોટી એન્ટ્રી કરાવી સરકારના પ્રીમિયમની ચોરી કરવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો:

  1. લાભ પાંચમના દિવસે જામનગર માર્કેટિંગ યાર્ડ કાર્યરત, તમિલનાડુના વેપારીઓ મગફળી ખરીદવા આવ્યા
  2. રાજકોટનો ચકચારી બનાવ, પતિએ પત્ની સહિત બે દીકરીઓ પર કર્યો જીવલેણ હુમલો

ABOUT THE AUTHOR

...view details