ગુજરાત

gujarat

ETV Bharat / state

Railway Owe bridge Damage: ડભોઈનો સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ ડેમેજ થયો, તંત્રએ રાતોરાત કામગીરી હાથ ધરી - 25 Cr

ડભોઈમાં કરોડોના ખર્ચે નિર્માણ થયેલો સરિતા ફાટક ઓવરબ્રિજમાં ગતરાત્રે ખામી સર્જાઈ હતી. જેના પરિણામે રાતોરાત તંત્રએ કામે લાગવું પડયું હતું. બ્રિજમાં યુદ્ધના ધોરણે થાગડ થીગડ મારી દેવામાં આવ્યા હતા. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Dabhoi Sarita Railway Owe bridge Damage Fast Colterol Damage 25 Cr

ડભોઈનો સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ ડેમેજ થયો
ડભોઈનો સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ ડેમેજ થયો

By ETV Bharat Gujarati Team

Published : Feb 15, 2024, 9:02 PM IST

તંત્રએ રાતોરાત કામગીરી હાથ ધરી

વડોદરાઃ ડભોઈમાં સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ ગતરાત્રે ડેમેજ થયો હતો. જો કે સફાળા જાગેલા તંત્ર દ્વારા રાતોરાત બ્રિજ પર રીપેરિંગની કામગીરી હાથ ધરાઈ હતી. બ્રિજના 2 સ્પાન વચ્ચે મોટી તિરાડ પડી ગઈ હતી. આ તિરાડમાં એક આઈશર ટેમ્પો ફસાઈ ગયો હતો. આ ઘટનાથી સમગ્ર ડભોઈમાં ચકચાર મચી ગઈ હતી. તેમજ તંત્રની કામગીરી પર સવાલ પણ ઉઠ્યા હતા.

25 કરોડના ખર્ચે બન્યો હતો રેલવે ઓવરબ્રિજઃ ગુજરાત સરકાર સમગ્ર રાજ્યમાં ફાટક મુક્ત અભિયાન અંતર્ગત રેલવે ઓવર અને અન્ડર બ્રિજ બનાવી રહી છે. આ અભિયાન અંતર્ગત ડભોઈમાં સરિતા ફાટક પાસે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. 25 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજનું લોકાર્પણ નવેમ્બર માસમાં કરવામાં આવ્યું હતું. માત્ર ત્રણ માસના ટૂંકા સમયના વપરાશ બાદ આ બ્રિજ પર તંત્રએ રાતોરાત થીંગડા મારવા પડયા છે. જેનાથી નાગરિકોમાં તંત્રની કામગીરીને લઈને શંકા જાગી છે.

બે સ્પાન વચ્ચે તિરાડો પડી ગઈ

પ્રજાના કરોડો રુપિયા પાણીમાંઃ પ્રજાની સુખાકારી માટે સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કરોડો રૂપિયાનો ખર્ચે કરે છે. તંત્રના અધિકારીઓની નિષ્કાળજી અને બેદરકારીને લીધે સરકારના આ કરોડો રુપિયા પાણીમાં જાય છે. લોક ચર્ચાઓ એવી પણ છે કે, આ ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટરે વધુ નફો મેળવવાની લાલચે મટિરિયલની ગુણવત્તામાં ગોલમાલ કરી છે. આ બ્રિજના 2 સ્પાન વચ્ચે ગત રાત્રે એક આઈશર ટેમ્પો ફસાઈ ગયો હતો. થોડીકવારમાં તો લોકોના ટોળે ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડતા થયાં હતાં. બ્રિજ પર થાગડ થીગડની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી. આ કામગીરીને પરિણામે બ્રિજ બંધ કરવાની ફરજ પડી હતી.

અવધુત પ્રોજેક્ટ કન્સ્ટ્રકશને બ્રિજ બનાવ્યોઃ ડભોઈ સરિતા ફાટકના રેલવે ઓવરબ્રિજની કામગીરી મહેસાણાની અવઘુત પ્રોજેક્ટ કનટ્રશન દ્વારા કરવામાં આવી હતી. આ બ્રિજનું લોકાર્પણ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા 3 માસ પહેલા જ કરવામાં આવ્યું હતું. આટલા ટૂંકા સમયમાં જ બ્રિજની નીચે બે સ્પાનની વચ્ચેનાં ગેપ થઈ ગયો હતો. જેના રીપેરિંગ માટે તાત્કાલિક બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. એટલું જ નહીં વારંવાર આ બ્રિજ વિવાદમાં આવ્યો છે. આ બ્રિજ ઉપર 3 થી 4 જેટલા ગમખ્વાર અકસ્માતો પણ થયા છે. જેથી સ્થાનિક લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. ગુણવત્તા વગરનાં આ બ્રિજ ઉપર ભવિષ્યમાં જો કોઈ હોનારત સર્જાય તો જવાબદાર કોણ ? તેવો સવાલો સ્થાનિકો કરી રહ્યા છે.

અગાઉ સાઠોદ બ્રિજનો પણ વિવાદઃ થોડાક સમય પહેલા ડભોઈ-સાઠોદ વચ્ચેના બ્રિજ અંગે સ્થાનિકોએ રજૂઆતો કરી હતી. જેથી ધારાસભ્ય શૈલેષ મહેતાએ તંત્રને તાત્કાલિક અસરથી આ બ્રિજની ગુણવત્તા અને ટકાઉપણા અંગે તપાસ શરૂ કરવા માટે જણાવ્યું હતું. તંત્ર આ બાબતે ઢાંકપીછોડો કરીને ટેકનિકલ ઈસ્યૂ અને એક્સપેક્ટેશન જોઈન્ટ તેમજ ટેમ્પરેચર માટે ડિઝાઇન જોઈન્ટનું કારણ દર્શાવ્યું હતું.

ડભોઈ સરિતા ફાટક બ્રિજ ઉપર ગતરાત્રે એક્સપાન્શન જોઈન્ટ તૂટી જવાના કારણે એક આઈશર ફસાઈ હતી. તંત્ર દ્વારા કામગીરી તાત્કાલિક ધોરણે આરંભી દેવામાં આવી હતી. સવારે કામગીરી પૂર્ણ થતા આ બ્રિજ પુનઃ કાર્યરત કરી દેવામાં આવશે...અક્ષય જોષી(અધિકારી, માર્ગ અને મકાન વિભાગ, ડભોઈ)

  1. Vadodara News : વડોદરાના પ્રતાપનગરથી હજીરા જતાં રસ્તા પર સાચવજો, થાંભલો થઇ રહ્યો છે પડું પડું
  2. Vadodara News : ડભોઇ-સાઠોદ રોડ પર કરોડોના ખર્ચે નિર્માણ થયેલા બ્રિજમાં રાતોરાત મારવા પડ્યા થીંગડા

ABOUT THE AUTHOR

...view details