સુરત: ભારતીય હવામાન વિભાગ દ્વારા જાણવા મળતી વિગતો મુજબ આગામી તા.1 જુનથી 7 મી જુન સુધી ગુજરાતના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના કિનારે ભારે પવન ફૂંકવાની આગાહી કરવામાં આવી છે. જેના અનુસંધાને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકોના જાનમાલની નુકસાની ન થાય. તે માટે તકેદારીના ભાગ રૂપે તારીખ 1 જુનથી 7 મી જુન સુધી ડુમસ અને સુવાલી બીચને સહેલાણીઓ માટે બંધ કરવાનો આદેશ કર્યો છે.
ડુમસ અને હજીરા સુવાલી બીચ પર 7 જુન સુધી સહેલાણીઓ માટે પ્રતિબંધ, ફરવા જતાં પહેલાં જાણી લો કારણ - Dumas and Suvali beaches are closed - DUMAS AND SUVALI BEACHES ARE CLOSED
આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે ભારે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડીને ડુમસ અને હજીરાના સુવાલીના બીચને સહેલાણીઓ તેમજ માછીમારો માટે તારીખ 1 જુન થી 7 જુન સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે., Dumas and Hazira's Suvali beaches are closed from 1st June to 7th June
ડુમસ અને હજીરા સુવાલી બીચમાં પોલીસ બંદોબસ્ત (Etv Bharat Gujarat)
Published : Jun 1, 2024, 12:19 PM IST
ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે,લોકો માટે તો બીચ બંધ કરી દેવામાં આવશે. પરંતુ પોલીસ દ્વારા માછીમારો તેમજ સાગર ખેડૂઓને પણ દરિયા કિનારે અને દરિયાનાં પાણીમાં જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ડુમસ અને હજીરાના સુવાળી બીચના રસ્તા પર પોલીસ ગોઠવી દેવામાં આવી છે.