સુરત: શહેરમાં પોલીસ કમિશનર કચેરી ખાતે સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદના પોલીસ કમિશનર્સ અને રાજ્યના 9 રેન્જ IG સાથે યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં દરેક પોલીસ કમિશનર્સ તથા IG ઓએ પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા માટે 2024ના વર્ષમાં કરેલી કામગીરીને પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી. બેઠકમાં ભવિષ્યના રોડ મેપ સાથે પરિણામલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા કોમ્યુનિટી આઉટરિચ પ્રોગ્રામ: ક્રાઈમ કોન્ફરન્સ બાદ ડીજીપી વિકાસ સહાયે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસની કામગીરીમાં ઉત્તરોત્તર સુધારો થાય, તે માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. પોલીસની કામગીરી વધુ અસરકાર બને તે માટે રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળભર્યા સંબંધો કેળવાય, નાગરિકોને સલામતી અને સુરક્ષાની પ્રતીતિ થાય તે માટે પોલીસ દ્વારા કોમ્યુનિટી આઉટરિચ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો છે. ‘તેરા તુજકો અર્પણ’ પહેલ હેઠળ સમગ્ર રાજ્યમાં 2024ના વર્ષમાં 3300 કાર્યક્રમો દ્વારા લોકોને રુ.153 કરોડની લુંટ, ચોરી, ફ્રોડ થયેલી અને વ્યાજખોરોએ પડાવી લીધેલી મિલકતો પરત કરવામાં આવી છે. ‘તેરા તુજકો અર્પણ’ની ભાવના પ્રજા અને પોલીસ વચ્ચે સેતુરૂપ બની રહી છે.
સુરતમાં DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ (Etv Bharat Gujarat) પોલીસ અધિકારીઓ દ્વારા 2 મહિને કાર્યક્રમ યોજાય: રાજ્યના 650 પોલીસ સ્ટેશનો, 700 આઉટ પોસ્ટ, ચોકીઓના પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા 2 મહિને ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં આવે છે. 2024માં રાજ્યમાં 10.500 જેટલા આવા કાર્યક્રમો યોજી તેમાં મળેલા સ્થાનિક મુદ્દાઓ પર ભવિષ્યની કામગીરીને બહેતર બનાવવાનું મંથન કરાયું હોવાની વિગતો તેમણે આપી હતી. વ્યાજખોરી સામે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ કરવામાં આવી છે, જેમાં 2024માં 715 વ્યાજખોરો સામે ગુનાઓ, FIR દાખલ કરીને 1500થી વધુ લોકોની અટક કરવામાં આવી છે, જેના પરિણામે વ્યાજખોરીનું દૂષણ ઘટ્યું છે.
સુરતમાં DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ (Etv Bharat Gujarat) સાયબર ફ્રોડ પીડિતોના નાણા પરત કરાયા: સાયબર ફ્રોડ-સાયબર ક્રાઈમ પર મંથન કરીને પરિણામલક્ષી કામગીરી થઈ શકે, તે માટેની ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, છેલ્લા 1 વર્ષ દરમિયાન સાયબર ફ્રોડમાં પીડિતોએ ગુમાવેલા રૂ.108 કરોડ તેમને પરત કરવામાં આવ્યા છે. લોકો વધુમાં વધુ સાયબર ક્રાઈમ પ્રત્યે જાગૃત થાય તે જરૂરી હોવાનું જણાવતા કહ્યું કે, કોઈ પણ સમયે અજાણી લિંક પર ક્લિક ન કરતા સાયબર વિશ્વમાં હંમેશા એલર્ટ રહેવાની અપીલ કરી હતી. પોલીસ સ્ટેશનની કામગીરી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે પોલીસ અધિક્ષકો દ્વારા તેમના તાબા હેઠળના પોલીસ સ્ટેશનમાં વાર્ષિક તપાસણી કરવામાં આવે છે ,એટલું જ નહીં. હેડક્વાર્ટરથી દૂર રહીને 1200 નાઈટ હોલ્ટ દ્વારા ઇન્સ્પેકશન કામગીરી કરવામાં આવી છે. 2024માં રાજ્યમાં 100 ટકા ઇન્સ્પેકશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેના કારણે રાજ્યમાં ક્રાઈમ રેટમાં મેજર ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું.
સુરતમાં DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ (Etv Bharat Gujarat) મહિલા સુરક્ષા માટે શી ટીમની રચના:રાજ્ય પોલીસ દ્વારા તપાસમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ગુનાઓ ઉકેલવામાં આવી રહ્યા છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે દરેક પોલીસ સ્ટેશનમાં શી-ટીમની રચના કરવામાં આવી છે. સિનિયર સિટીઝનો, મહિલાઓની સુરક્ષા માટે રક્ષાબંધન દરમિયાન 25.000 વડીલોને મળીને રાખડી બાંધવામાં આવી હતી. આ ઉપરાંત, શી-ટીમ દ્વારા પ્રજા અને પોલીસ વચ્ચે સંવાદિતા જળવાઈ રહે એ માટે 10.000 શિક્ષકોનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્રોની રચના કરવામાં આવી રહી છે.
સુરતમાં DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ (Etv Bharat Gujarat) ક્રાઈમ સીન મેનેજરની નિમણુંક કરવામાં આવી: ગંભીર ગુનાઓમાં DYSP કક્ષાના અધિકારીઓ ક્રાઈમ સ્પોટ પર જઈને તપાસ કરે છે. ગંભીર ગુનાઓમાં તપાસ અને પુરાવાઓ એકત્ર થાય તેમજ લોકોને ઝડપી ન્યાય મળે તેવા આશયથી રાજ્યમાં ગંભીર કેસોની સાયન્ટીફીક તપાસ માટે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને સબ ડિવિઝન પોલીસ ઓફિસરોની કચેરીઓમાં ક્રાઈમ સીન મેનેજરની નિમણુંક કરવામાં આવી હોવાનું ડીજીપીએ ઉમેર્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે ગૃહમંત્રી, ડી.જી.પી. તેમજ તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આવકાર્યા હતા.
આ પણ વાંચો:
- દીપિકા આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ, મોબાઈલમાંથી મળ્યા દીપિકા- ચિરાગના હજારો ફોટા
- સુરત: બાયોડીઝલ કૌભાંડનો પર્દાફાશ, કઠોદરા ગામેથી ૪૯.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત