જામનગર: જિલ્લાની જી.જી. હોસ્પિટલમાં કામ કરતા કોન્ટ્રાકટ કર્મચારીઓએ PFની રકમ ન મળતી હોવાનો આક્ષેપ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યકત કર્યો હતો. કોન્ટ્રાકટ એજન્સી દ્વારા માસિક વળતરમાં PFની રકમ આપવામાં આવતી હતી. પરંતુ કામદારોએ 8 વર્ષથી PFની રકમ ન મળતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
કર્મચારીઓના શોષણનો આરોપ:જી.જી.હોસ્પિટલમાં બંસી એન્ટરપ્રાઇઝ નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો છે, જેમાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓનું શોષણ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કર્મચારીઓને સમયસર પગાર મળતો નથી આ ઉપરાંત અનેક વર્ષોથી શોષણ કરાયો હોવાનો આરોપ લગાવ્યો છે.
જી.જી હોસ્પિટલમાં કોન્ટ્રાકટ કર્મચારીઓએ કર્યો વિરોધ (Etv Bharat gujarat) 8 વર્ષથી કંપનીએ PF જમા નથી કર્યુ: આ મામલે જી.જી હોસ્પિટલના અધ્યક્ષ ડો. દીપક તિવારીએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અમે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની રજૂઆત સાંભળી છે. આ સાથે બંસી એન્ટરપ્રાઇઝ કંપની સામે તપાસ કરવામાં આવશે. વર્ગ 4નાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ જણાવી થયા છે કે, છેલ્લા 8 વર્ષથી કંપનીએ PF જમાં કર્યું નથી અને બોનસ પણ સમયસર મળતું નથી. જો કે, અનેક વખત કંપનીમાં પણ રજૂઆત કરી હતી પણ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે હવે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આ પણ વાંચો:
- જીજી હોસ્પિટલમાં આઠ દિવસથી ઓપરેશનના બંને મશીનનો બંધ હાલતમાં, દર્દીઓ વેઠી રહ્યા છે ભારે મુશ્કેલી
- રેશનકાર્ડ e-KYC કરવા ધરમધક્કા ખાતા જામનગરના અરજદારો, કચેરી બહાર લાંબી કતાર લાગી