ગુજરાત

gujarat

ETV Bharat / state

ઠગબાજોએ હદ વટાવી ! ગાંધીજીના બદલે અનુપમ ખેરના ફોટા વાળી ચલણી નોટથી સોનાનો સોદો - Fake notes caught

અમદાવાદમાં ચલણી નોટ પર ગાંધીજીના બદલે અનુપમ ખેરનો ફોટો લગાવી સોનું ખરીદવા માટેનું કાવતરું રચવામાં આવ્યું હતું. વેપારીને નકલી નોટના નામે કરોડોનો ચૂનો ચોપડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 500ની બધી ચલણી નોટો પર અનુપમ ખેરનો ફોટો હતો. Fake notes caught

ગાંધીજીના બદલે અનુપમ ખેરના ફોટા વાળી ચલણી નોટ ઝડપાઇ
ગાંધીજીના બદલે અનુપમ ખેરના ફોટા વાળી ચલણી નોટ ઝડપાઇ (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 30, 2024, 5:20 PM IST

અમદાવાદ:આજના આધુનિક સમયમાં પૈસાની લેવડ દેવડ હવે ઓનલાઇન થઇ ગઇ છે. ત્યારે ગુગલ પે, ફોન પેના માધ્યમથી આપણે ઓનલાઇન પેમેન્ટ કરતા હોઇએ છીએ. ત્યારે હજુ પણ ચલણી નોટોથી આપણે વ્યવહાર ચાલું જ હોય છે. ત્યારે ચલણી રોકડના વ્યવહારમાં ઘણા અસામાજિક તત્વો દ્વારા નકલી નાણું બજારમાં ફરતુ કરીને દેશની અર્થ વ્યવસ્થાને નુકસાન પહોચાડે છે. ત્યારે અમદાવાદમાં નકલી નોટોના એક કાવતરાનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

500ની ચલણી નોટો પર અનુપમ ખેર: મળતી વિગતો મુજબ અમદાવાદમાં ચલણી નોટ પર ગાંધીજીના બદલે અનુપમ ખેરનો ફોટો લગાવી સોનું ખરીદવા માટેનું કાવતરું રચવામાં આવ્યું હતું. વેપારીને નકલી નોટના નામે કરોડોનો ચૂનો ચોપડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 500ની બધી ચલણી નોટો પર અનુપમ ખેરનો ફોટો હતો.

ગાંધીજીના બદલે અનુપમ ખેરના ફોટા વાળી ચલણી નોટ ઝડપાઇ (Etv Bharat gujarat)

ફરિયાદ પર પોલીસે તપાસ શરુ કરી: અમદાવાદના માણેકચોકમાં એક એવી ઘટના બની કે, જે જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. મળતી વિગતો મુજબ, માણેકચોક વિસ્તારમાં મેહૂલ નામના બુલિયનના વેપારી સાથે લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલ વચ્ચે 2100 ગ્રામ સોનાની ડિલિવરી આપવા માટે 1.60 કરોડમાં ડિલ થઈ હતી. જેમાંં 500ની નકલી નોટો પધરાવી દેતા પ્રશાંત પટેલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

રોકડનું ચલણ બંધ નથી થયું: 500ની ચલણી નોટ પર ગાંધીજીના બદલે અનુપમ ખેરનું ચિત્ર છાપવામાં આવ્યું છે. આમ તો આપણે હવે મોટેભાગે રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીએ છીએ. UPI જેવી એપથી પૈસાનો વ્યવહાર ભલે ચાલતો પરંતુ રોકડનું ચલણ પણ કંઈ બંધ થયું નથી. એટલે જ જો કોઈ મોટી રકમની લેવડદેવડ રોકડેથી કરવાની થાય તો શું થઈ શકે છે. એ અમદાવાદની ઘટનામાં સામે આવ્યું છે.

  1. આ પણ વાંચો:
  2. અમદાવાદમાં અસામાજિક તત્વોએ ચાણક્યપુરી વિસ્તારને બાનમાં લીધો, ઉછળી તલવારો - terror of anti social elements
  3. અમદાવાદમાં અસામાજીક તત્વોનો આતંક : ઘાટલોડિયાના શિવમ એપાર્ટમેન્ટમાં ખુલ્લેઆમ તલવારો ઉડી - Ahmedabad Crime

ABOUT THE AUTHOR

...view details