ગુજરાત

gujarat

ETV Bharat / state

આવતી કાલથી ગુજરાતમાં કોંગ્રેસની 'ન્યાય યાત્રા', જાણો કોણ કોણ જોડાશે આ યાત્રામાં - CONGRESS GUJARAT NYAY YATRA - CONGRESS GUJARAT NYAY YATRA

મોરબી, વડોદરા, રાજકોટ અને સુરતમાં જે દુર્ઘટનાઓ સર્જાઈ છે. તે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા મોરબીથી ન્યાય યાત્રા શરુ કરવામાં આવનાર છે. જેમાં પીડિત પરિવારો ઉપરાંત કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા અને જીલ્લા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો જોડાશે.

વિવિધ દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબીથી પ્રસ્થાન કરશે
વિવિધ દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબીથી પ્રસ્થાન કરશે (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 5, 2024, 6:53 PM IST

Updated : Aug 8, 2024, 7:08 PM IST

મોરબી: રાજ્યમાં મોરબી, વડોદરા, રાજકોટ અને સુરતમાં જે દુર્ઘટનાઓ સર્જાઈ છે. તે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા મોરબીથી ન્યાય યાત્રા શરુ કરવામાં આવનાર છે. જેમાં પીડિત પરિવારો ઉપરાંત કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા અને જીલ્લા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો જોડાશે.

વિવિધ દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબીથી પ્રસ્થાન કરશે (Etv Bharat gujarat)

જીગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદ સંબોધી: કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપના ભ્રષ્ટાચારી શાસનમાં અનેક કાંડ થયા છે. સુરતનો તક્ષશિલા કાંડ, વડોદરાનો હરણી કાંડ, મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના અને રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં 240થી વધુ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. જે ભાજપના ભ્રષ્ટાચારના કારણે હોમાયા છે.

ગુજરાત ન્યાય યાત્રા શરુ કરાશે: પીડિત પરિવારોને ન્યાય મળે તેવા હેતુથી તેમની સાથે મુલાકાત કરી હતી અને તેમની વિવિધ માંગણીઓ જેવી કે CBIને તપાસ સોંપવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા અને પીડિત પરિવારને યોગ્ય વળતર મળે સહિતની માંગણીઓને ટેકો જાહેર કર્યો હતો. પીડિત પરિવારોને ન્યાય અપાવવા તા. 9 ઓગસ્ટથી ગુજરાત ન્યાય યાત્રા શરુ કરાશે. જેનો મોરબીથી પ્રારંભ થશે.

300 કિમીની યાત્રા યોજાશે: આ ન્યાયયાત્રા મોરબીથી શરુ કરી ગાંધીનગર સુધી જશે. જેમાં વિવિધ સ્થળે સર્જાયેલ દુર્ઘટનાના પીડિત પરિવારો તેમજ કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો જોડાશે. 9 ઓગસ્ટથી શરુ કરીને ન્યાયયાત્રા તા. 22-23 ઓગસ્ટ સુધી ચાલશે અને 300 કિમીની યાત્રા યોજાશે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલ (Etv Bharat Gujarat)

શક્તિસિંહ ગોહીલે એક વિડીયો શેર કર્યો:આ મુદ્દે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેમણે આ યાત્રા કરનાર ટીમને શુભકામનાઓ પાઠવી હતી અને આ યાત્રામાં સહયોગ આપવાના છે તેમનો આભાર માન્યો છે.

કોંગ્રેસ અગ્રણી પાલભાઇ મોરબી આવ્યા: ખેડૂત નેતા અને કોંગ્રેસ અગ્રણી પાલભાઈ આંબલીયા પણ મોરબી આવ્યા હતા. જેને મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સરકાર જે કમિટી બનાવે છે. તે ક્લીનચીટ આપવાની કમિટી સમાન બની રહે છે. રાજકોટવાસીઓએ બંધ પાળતા સરકારને પ્રેશર આવ્યું અને ચાર ચાર કમિટીઓ બનાવી છે. જોકે એક કમિટીના રાજકોટના અધિકારીએ જન્મદિવસ ઉજવ્યો હતો. તેની તપાસનો ગાળિયો કસી શકી નથી. તેમ કહીને સરકારની કાર્યપ્રલાણી પર સવાલો ઉઠાવ્યા હતા.

પીડિત પરિવારોની માંગણીઓ સ્વીકારાય તેવી માંગ:ઝૂલતો પુલ દુર્ઘટનાના પીડિત પરિવારના જગદીશ પરમારે જણાવ્યું હતું કે પીડિત પરિવારો ન્યાય યાત્રામાં જોડાશે કોર્ટ સમક્ષ ફરી તપાસની માંગ કરી છે, સીબીઆઈ તપાસ કરવામાં આવે, 302 ની કલમ ઉમેરવા અરજી કરવામાં આવી છે અને મૃતકોને યોગ્ય વળતર મળે તેવી માંગણીઓ મૂકી છે.

  1. શ્રાવણ માસમાં પ્રથમ દિવસે કાયાવરોહણમાં લકુલિશ મહાદેવના મંદિરે ભક્તોનું ઘોડાપૂર - lakulish mahadev mandir
  2. વર્ષોથી ચાલી આવતી આદિવાસીઓની અનોખી પરંપરા, જુઓ આ વિશેષ પરંપરા પર ETV ભારતનો વિશેષ અહેવાલ - Festival of Dhinglabapa
Last Updated : Aug 8, 2024, 7:08 PM IST

ABOUT THE AUTHOR

...view details