ગુજરાત

gujarat

ETV Bharat / state

જેટલાં લોકો કુંભમેળામાં જાય તેને સરકાર રોજગાર પણ આપે: જીગ્નેશ મેવાણી - JIGNESH MEVANI ON KUMBH MELA

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ફરી એક વખત ભાજપ અને RSS પર નિશાન સાધ્યું છે. મેવાણીએ કહ્યું ભાજપ પાસે હિન્દુ-મુસ્લિમ, મંદિર-મસ્જિદ સિવાય કોઈ અન્ય મુદ્દાઓ જ નથી.

જીગ્નેશ મેવાણીના કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર
જીગ્નેશ મેવાણીના કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર (ANI)

By ANI

Published : Jan 12, 2025, 8:07 PM IST

પટના: બિહારમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે કોંગ્રેસના નેતા અને વડગામથી ધારાસભ્ય રહેલા જીગ્નેશ મેવાણી પટનાની મુલાકાતે આવ્યાં હતા, આ દરમિયાન તેમણે ઘણા મુદ્દાઓ પર ન્યૂઝ એજેન્સી ANI સાથે ખાસ વાતચીત કરી હતી. જે પૈકી મહાકૂંભને લઈને મેવાણીએ કેન્દ્ર સરકાર અને RSS પર નિશાન સાધ્યું હતું.

મેવાણીએ કહ્યું ભાજપ પાસે હિન્દુ-મુસ્લિમ, મંદિર-મસ્જિદ, ભારત-પાકિસ્તાન સિવાય કોઈ મુદ્દા જ નથી. ભાજપ અને RSSને પડકાર ફેંકતા તેમણે કહ્યું કે, જેટલાં પણ લોકો કુંભ મેળામાં ભાગ લેવા જાય તે તમામને રોજગાર પણ આપે.

જીગ્નેશ મેવાણીના કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર (ANI)

રાજકારણમાં યુવાઓના પ્રવેશને લઈને મેવાણીએ કહ્યું હતું કે, જે યુવાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકારણમાં આવવાની અપીલ કરી રહ્યાં છે. તેમને એક વખત પુછી પણ લેવું કે તમારી પાસે નોકરી છે કે, નહીં ? રોજગાર છે કે નહીં ? તેમનું અને તેમના પરિવારનું જીવન નિર્વાહ કેવી રીતે ચાલી રહ્યો છે તે પણ પુછવું જોઈએ.

મેવાણીએ ઉમેર્યું હતું કે, ભગતસિંહે પણ કહ્યું હતું કે, યુવાઓને રાજકારણમાં આવવું જોઈએ, પરંતુ આપ તો વિદ્યાર્થીઓના હાથમાં તલવાર અને ત્રિશુલ વેંચી રહ્યાં છો. આ પ્રકારના રાજકારણ માટે તમે યુવાઓને બોલાવી રહ્યાં છો ? જો આપ કલમ અને કિતાબ વેચવાના હોય તો યુવાઓને બોલાવો.

  1. 'હું નથી માનતો કે આનાથી કોઈ મોટી ક્રાંતિ થવાની છે', બનાસકાંઠાના વિભાજન અંગે સરકાર પર વરસ્યા મેવાણી
  2. અમદાવાદમાં યોજાઈ 'સ્વભિમાન રેલી': "અમારે મર્યા પછીનું સ્વર્ગ નથી જોઈતું, જીવતે જીવ..." - જીગ્નેશ મેવાણી

ABOUT THE AUTHOR

...view details