બનાસકાંઠા: બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને વધુ એક જવાબદારી ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ તરફથી તેમને હવે દર્દીઓની કાળજી લેવા અને રાજકોટમાં AIIMS ના સભ્ય પદે રહેવા માટે ખાસ જવાબદારી આપવામાં આવી છે.
સાંસદ ગેનીબેન ઠાકોરની રાજકોટ AIIMSના સભ્ય તરીકે કરાઈ નિમણૂક - Congress MLA Ganiben Thakor
બનાસકાંઠાના નવ નિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોરને રાજકોટ AIIMS ના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી આ નિમણૂક આપવામાં આવી છે., Congress MLA Ganiben Thakor appointed as member of Rajkot AIIMS
Published : Aug 2, 2024, 7:48 PM IST
|Updated : Aug 2, 2024, 8:13 PM IST
રાજકોટ AIIMSના સભ્ય બનાવાયા: બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી રાજકોટ AIIMSના સભ્ય બનાવવામાં આવ્યા છે. સાથે જ રાજકોટના AIIMSના સભ્ય પદે રહી દર્દીઓની સારવારમાં અગ્રેસર રહો તેવી શુભેચ્છાઓ ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી પાઠવવામાં આવી છે.
સાંસદ ગેનીબેન ઠાકોરે આ માહિતી આપી છે. જોકે સાંસદ ગેનીબેન ઠાકોરને રાજકોટ AIIMS ના સભ્ય બનાવતા કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ગેનીબેન ઠાકોરને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.