ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના કોંગ્રેસ ભવનમાં રાહુલ ગાંધીનું સંબોધન, સરકારને લીધી આડેહાથ, કહ્યું ગુજરાતમાં કોંગ્રેસ ભાજપને હરાવશે - Rahul Gandhi gujarat visit

By ETV Bharat Gujarati Team

Published : Jul 6, 2024, 11:16 AM IST

Updated : Jul 6, 2024, 2:21 PM IST

રાહુલ ગાંધી (File Photo)
રાહુલ ગાંધી (File Photo) (ANI)

અમદાવાદ: લોકસભાના વિપક્ષનાં નેતા રાહુલ ગાંધી આજે એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન કાર્યાલયથી સમગ્ર ગુજરાતમાંથી આવેલા કોંગ્રેસનાં કાર્યકરોને સંબોધી રહ્યાં છે. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યા હતાં. આ ઉપરાંત રાહુલે દાવો કર્યો હતો કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ ભાજપને હરાવશે.

LIVE FEED

2:06 PM, 6 Jul 2024 (IST)

રાહુલ ગાંધીનું કોંગ્રેસ કાર્યકરોને સંબોધન, ભાજપ સરકારને લીધી આડે હાથ, કહ્યું ગુજરાતમાં કોંગ્રેસ ભાજપને હરાવશે

રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી ભવન કાર્યાલયથી સમગ્ર ગુજરાતમાંથી આવેલા કોંગ્રેસનાં કાર્યકરોને સંબોધન કર્યુ હતું. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યા હતાં. આ ઉપરાંત રાહુલે દાવો કર્યો હતો કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ ભાજપને હરાવશે.

1:32 PM, 6 Jul 2024 (IST)

રાહુલ ગાંધીની મુલાકાતને લઈને પ્રદેશ કોંગ્રેસના નેતાઓમાં ઉત્સાહ, શું કહ્યું દિગ્ગજ નેતાઓએ

રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાતને લઈને પ્રદેશ કોંગ્રેસના નેતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ખાસ કરીને ગ્યાસુદ્દીન શેખ અને ઈમરના ખેડાવાલાએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી, આ દરમિયાન તેમણે રાજ્યની ભાજપ સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો પણ કર્યા હતાં.

રાહુલ ગાંધીની મુલાકાતને લઈને પ્રદેશ કોંગ્રેસના નેતાઓમાં ઉત્સાહ (null)

12:42 PM, 6 Jul 2024 (IST)

જેટલાં પથ્થર વરસાવવા હોય એટલા વરસાવો અમે ડરીશું નહીં: જીગ્નેશ મેવાણી

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું, મેવાણીએ કહ્યું કે, ભાજપ અને તેમના કાર્યકરોએ જેટલા પથ્થર મારવા હોય તેટલા મારી લે પરંતુ કોંગ્રેસનો એક પણ કાર્યકર ડરશે નહીં.

જીગ્નેશ મેવાણીએ સાધ્યું ભાજપ સરકાર પર નિશાન (Etv Bharat Gujarat)

12:27 PM, 6 Jul 2024 (IST)

કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ માંગુકિયાના રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર પર આરોપ

રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાતને લઈને કોંગ્રેસ ભવન બહાર પોલીસ સહિત બીએસએફ અને અન્ય સુરક્ષાદળોના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. બીજી તરફ કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ માંગુકિયાએ રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ પર આરોપ લગાવ્યા છે, માંગુકિયાએ કહ્યું કે, પીડિતો સાથે રાહુલ ગાંધી મુલાકાત ન કરી શકે તે માટે રાજ્ય સરકારના ઈશારે પોલીસ વિભાગ કામ કરી રહ્યું છે.

કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ માંગુકિયાના રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર પર આરોપ (Etv Bharat Gujarat)

12:11 PM, 6 Jul 2024 (IST)

રાહુલ ગાંધીના અમદાવાદ આગમન પહેલાં તંત્રની તકેદારી, કોંગ્રેસ ભવન પોલીસ છાવણીમાં ફેરવાયું

રાહુલ ગાંધીની મુલાકાતને લઈને અમદાવાદમાં કોંગ્રેસ ભવન બહાર પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યાં છે. ખાસ તો 2 જૂલાઈએ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે જે હિંસક ઘર્ષણ થયું હતું તેવી ઘટના ફરી ન સર્જાય તે માટે પોલીસ તંત્રએ વિશેષ તકેદારી રાખી છે.

કોંગ્રેસ ભવન પોલીસ છાવણીમાં ફેરવાયું (Etv Bharat Gujarat)
Last Updated : Jul 6, 2024, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details