જૂનાગઢ: આગામી દિવસોમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીઓ યોજવામાં જઈ રહી છે. ત્યારે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા પ્રદેશની સૂચનાને ધ્યાને રાખીને તમામ 15 વોર્ડમાં કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી લડવા માંગતા જૂનાગઢના સામાન્ય શહેરીજનો પાસે આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે છાપેલા ઉમેદવારી માટેના દાવેદારી પત્રકો રાખવામાં આવ્યા છે. આજ દિન સુધીમાં 36 જેટલા લોકોએ ચૂંટણી લડવા માટે ફોર્મ પસંદ કર્યા છે.
જૂનાગઢ મનપાની ચૂંટણી માટે કોંગ્રેસે શરૂ કરી તૈયારી:જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી દિવસોમાં સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસ દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવાને લઈને નિરીક્ષકો અને પ્રભારીની નિમણૂક પણ કરવામાં આવી છે. નિરીક્ષકોએ પાછલા બે દિવસ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને 15 વોર્ડના શ્રેષ્ઠીઓ સાથે સર્કિટ હાઉસમાં બેઠક પણ યોજી હતી.
પ્રદેશ કોંગ્રેસની સૂચના અનુસાર આ વખતે પ્રથમ વખત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે લડવા માંગતા જૂનાગઢ કોર્પોરેશનના સામાન્ય લોકો પાસેથી દાવેદારી મંગાવવામાં આવી રહી છે. જેનું છાપેલું ફોર્મ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આપવામાં આવી રહ્યું છે. આજ દિન સુધી 36 જેટલા લોકોએ પોતાની ઉમેદવારી કરવા માટેનું દાવેદારી પત્રક મેળવી લીધું છે.