વડોદરા: 7 મેંના રોજ લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પેટા ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે કનુભાઈ ગોહિલનું ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સામે ચૂંટણી લડશે. કનુભાઈ પુંજાભાઈ ગોહિલ 40 વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત છે. કનુભાઈ પુંજાભાઈ ગોહિલનું ઉમેદવાર તરીકે નામ જાહેર થતાં કોંગ્રેસના કાર્યકરો તેઓના નિવાસસ્થાને પહોંચી શુભેચ્છાઓ પાઠવી હતી.
વાઘોડિયા બેઠક માટે કોંગ્રેસે કનુભાઈ ગોહિલનું નામ જાહેર કર્યુ જુના અને જાણીતા કાર્યકર:કનુભાઈ ગોહિલ એ છેલ્લા 40વષૅથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે.તેઓ એક ઠરેલ અને નિષ્ઠાવાન કાયૅકર તરીકેની ઓળખ છે. 2001 થી 2009 જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રહ્યા,2009 નો થી 2018 સુધી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે, પ્રભારી આણંદ જિલ્લા કોંગ્રેસ , ડેલિકેટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ , 2022 થી 2024 (હાલ) કાર્યકારી પ્રમુખ તરીકે તેઓ પોતાની ફરજ અદા કરી છે.
ત્રિ- પાંખીયા જંગ: વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મેદાને ઉતાર્યા છે અને વાઘોડિયાના માજી ધારાસભ્ય - દબંગ નેતા એવા મધુભાઈ શ્રીવાસ્તવ અપક્ષ દાવેદારી નોંધાવે તો કોઈ નવાઈ નથી.એટલે વાઘોડિયા વિધાનસભામાં ત્રિ- પાંખિયા જંગ યોજાશે.
માજી ધારાસભ્યના વચ્ચે જંગ: મળતી માહિતી મુજબ, આ બેઠક ઉપર બંને માજી ધારાસભ્ય આ જંગમાં ઝંપલાવવાના છે. ત્યારે આ વિસ્તારના મતદારોને પોતાના કામો નહીં થયાં હોય તો તેનો જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે. ત્રણેય ઉમેદવારો વાઘોડિયા મત વિસ્તાર પ્રત્યે હમદર્દી દાખવી રહ્યા છે.પરંતુ સત્ય હકીકતોથી મતદારો વાકેફ છે.
કંપનીઓનો લાભ સ્થાનિક લોકોને મળશે: વડોદરા જીલ્લાનું વાઘોડિયા એ એક ઈન્ડસ્ટ્રીયલ હબ તરીકે ઓળખાય છે. જયારે જ્યારે આ વિસ્તારમાં કોઈ પણ નવી કંપનીની સ્થાપના કરવામાં આવી રહી હોય ત્યારે રાજકીય નેતાઓ થી લઈને કાયૅકતાઓ સ્થાનિક લોકોને રોજગારીની તક મળશે એવી મોટી વાતો કરતા હોય છે. પરંતુ સ્થાનિક પ્રજાને તેનો લાભ મળતો જ નથી ઉપરાંત સ્થાનિક લોકોનું માત્ર શોષણ જ થાય છે.
- કોંગ્રેસે માણાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે હરિભાઈ કણસાગરાને બનાવ્યા ઉમેદવાર - માણાવદર વિધાનસભા પેટાચૂંટણી