ગાંધીનગરઃરાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશમીરમાં વિભાજનવાદી નેશનલ કોન્ફરન્સ સાથેના ગઠબંધન પર સવાલ કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સત્તાની લાલચમાં આવી દેશની સુરક્ષા સાથે ખિલવાડ કરી રહી છે. કોંગ્રેસે જમ્મુ કશ્મીરમાં NC સાથે ગઠબંધન કરી પોતાની મંશા સ્પષ્ટ કરી છે. નેશનલ કોન્ફરન્સ હંમેશા જમ્મુ કશ્મીરમાં અલગ ઝંડાને સમર્થન આપે છે. નેશનલ કોન્ફરન્સ સત્તામાં આવશે તો કલમ 370 અને 35-A ને ફરીથી લાગુ કરવાનો વાયદો કર્યો છે.
'દેશની જનતા જાણવા માગે છે' મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર જમ્મુ કશ્મીર વિધાનસભા ચૂંટણીમાં વિભાજન વાદી નેશનલ કોન્ફરન્સ સાથે ચૂંટણી જોડાણ કરવા બદલ આંકડા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે એક દશકથી સત્તાથી વિમુખ કોંગ્રેસ પાર્ટીએ સત્તાની લાલચમાં દેશને એકતા અને સુરક્ષા સાથે છેડછાડ કરવાની મનશા ફરી એકવાર પ્રગટ કરી છે. જમ્મુ કશ્મીર ચૂંટણીમાં અબ્દુલ્લા પરિવારની જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરીને કોંગ્રેસ પાર્ટીએ પોતાની મનસા દેશ સામે રાખી છે. દેશની જનતા જાણવા માંગે છે કે નેશનલ કોન્ફરન્સ પાર્ટીના ચૂંટણી મેનીફેસ્ટોમાં કરેલા વાયદાનો કોંગ્રેસ સમર્થન કરે છે કે નહીં?