બનાસકાંઠા: વડગામ તાલુકાના કરનાળા ગામના અહમદખાન કેશરખાન બલોચે પત્ની બીમાર થતા, વડગામના ઘોડીયાલ ગામના પરેશભાઈ સોની પાસેથી 50 હજાર રૂપિયા 10 ટકા લેખે નાણાં લીધા હતા. જે નાણાના વ્યાજપેટે દર મહિને 5000 રૂપિયા 30 મહિના સુધી ચૂકવ્યા હતા, તેમજ 20 હજાર રૂપિયા રોકડા ચૂકવ્યા હતા. આમ વ્યાજખોરે 50 હજારના 1.70 લાખ વસુલ્યા હતા.
Etv Bharat Gujrat (Etv Bharat Gujrat) Etv Bharat Gujrat (Etv Bharat Gujrat) Etv Bharat Gujrat (Etv Bharat Gujrat) Etv Bharat Gujrat (Etv Bharat Gujrat) પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી:જોકે તેમ છતાં વ્યાજખોરે ફરિયાદીનો ચેક સિક્યુરિટી માટે આપેલા, કોરા ચેકમાં રૂપિયા 1.50 લાખ લખીને બેંકમાં નાખી બાઉન્સ કરતા વડગામ પોલીસ મથકે વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ વ્યાજખોર સામે અગાઉ પણ વ્યાજખોરના સામે 11 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે હાલ તો વડગામ પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાલનપુર કોર્ટમાં કલમ ૧૩૮ મુજબ કેસ કર્યો: વ્યાજખોર પરેશ સોની ઊંચું વ્યાજ વસૂલવા છતાં અને રકમ ચૂકવવા છતાં ફરિયાદી વિરુદ્ધ પાલનપુર કોર્ટમાં કલમ ૧૩૮ મુજબ નેગોસીયેબલનો કેસ દાખલ કર્યો છે.ફરિયાદી. પૂછતાં કહ્યું કે કોર્ટમાંથી ચેક મેળવી લેજો તેમ કહી ચેક પરત ન આપ્યો.
અગાઉ પણ નોંધાઈ ચુક્યા છે ગુના:આ વ્યાજખોર સામે અગાઉ પણ ઊંચું વ્યાજ વસૂલવા બાબતે પોલીસ મથકે ગુના નોંધાઈ ચૂક્યા છે જોકે પોલીસે આ સમગ્ર મામલે પોલીસે વ્યાજખોર સામે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે.
- રાજકોટમાં કમિશન લઈ રૂપિયાની હેરાફેરી કરનાર 2 શખ્સો કરોડો રૂપિયા સાથે ઝડપયા - Rajkot Crime News