રાજકોટ : કેન્દ્રીય પ્રધાન રૂપાલા સામે ફરિયાદ થઇ છે. કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં તે ચૂંટણીના સમયમાં ભાષણ કરી રહ્યા હતાં. જેમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કેટલીક અણછાજતી ટિપ્પણીઓ કરી હતી જેને લઇને હવે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળે છે. સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા સામે વિરોધ દિવસેને દિવસે પ્રબળ બની રહ્યો છે ત્યારે રાજકોટના આદિત્યસિંહ ગોહિલે રાજકોટ કોર્ટમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરવા બદલ કોર્ટમાં ફરિયાદ કરી છે. સમગ્ર મામલામાં કોર્ટે ફરિયાદી પક્ષને આગામી 15 તારીખે કોર્ટમાં હાજર રહેવાનો હુકમ કર્યો છે. ચૂંટણીના સમયમાં કેન્દ્રીયપ્રધાન સામે કોર્ટમાં થયેલી ફરિયાદને કારણે હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે.
પરશોત્તમ રૂપાલા સામે આદિત્યસિંહ ગોહિલે કરી ફરિયાદ,રાજકોટ કોર્ટમાં થશે સુનાવણી - Complaint against Parshottam Rupala
ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરતા પરશોત્તમ રૂપાલાના વાયરલ વીડિયોને લઈને હવે રાજકોટમાં તેની સામે આદિત્યસિંહ ગોહિલ નામની વ્યક્તિએ રાજકોટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. સમગ્ર મામલામાં કોર્ટે 15 એપ્રિલના દિવસે વધુ સુનાવણી માટે ફરિયાદી પક્ષોને હાજર રહેવા કોર્ટે આદેશ કર્યો છે.
Published : Mar 29, 2024, 4:16 PM IST
|Updated : Apr 2, 2024, 3:45 PM IST
રુપાલાના નિવાસસ્થાને ગોઠવાયો પોલીસ બંદોબસ્ત: ભાજપે રાજકોટના સાંસદ મોહન કુંડારીયા ની ટિકિટ કાપીને તેમની જગ્યા પર કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલાને ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડતા પરશોત્તમ રૂપાલાના રાજકોટ ખાતેના ઘર પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. આજે સાંજે રીબડા ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની હાજરીમાં પણ ક્ષત્રિય સમાજની એક બેઠક મળવા જઈ રહી છે. પરંતુ રૂપાલા સામે હાલ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળે છે. પાટીદાર સમાજ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યો છે. પક્ષ જો રૂપાલાની ટિકિટ નહીં કાપે તો સમગ્ર ક્ષત્રિય સમાજ રૂપાલાનો પ્રત્યેક જગ્યા પર વિરોધ કરશે.
સી આર પાટીલે પણ કરી બેઠક: સમગ્ર મામલામાં ગઈકાલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે રાજકોટ આવીને ભાજપના આગેવાનો અને શહેરમાં સંગઠનનું કામ કરતા લોકો વચ્ચે બંધબારણે બેઠક કરી હતી. બેઠક બાદ સી આર પાટીલે પરસોતમ રૂપાલાના મામલામાં આજ કાલમાં કોઈ અંતિમ સમાધાન થઇ જશે તે પ્રકારનું નિવેદન આપ્યું હતું. તેની વચ્ચે હવે ક્ષત્રિય સમાજ દ્વારા કોર્ટમાં સીધી ફરિયાદ કરવામાં આવતા મામલો ચૂંટણીના સમયમાં ચર્ચાસ્પદ બની રહ્યો છે.