ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલના ખેડુતને મરચીનું નકલી બિયારણ પધરાવાયું, ખેડૂતે કૃષિ વિભાગમાં કરી ફરિયાદ - complains against seed company

સૌરાષ્ટ્રમાં વાવણીનો વરસાદ થતાં નકલી બિયારણનો ખેલ શરૂ થયો હોવાનું સામે આવ્યું છે જેમાં હૈદરાબાદની રવિ સિડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ગોંડલમાં મરચીનું નકલી બિયારણ ખેડૂતને પધરાવ્યું હોવાની કરવામાં ફરિયાદ કૃષિ વિભાગમાં કરાઈ છે. જાણો વિગતો આ અહેવાલમાં. complains against seed company

ગોંડલના ખેડુતે ખરીદેલું મરચીનું બિયારણ નકલી નીકળ્યું.
ગોંડલના ખેડુતે ખરીદેલું મરચીનું બિયારણ નકલી નીકળ્યું. (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 26, 2024, 10:38 AM IST

ગોંડલના ખેડુતે ખરીદેલું મરચીનું બિયારણ નકલી નીકળ્યું. (Etv Bharat gujarat)

રાજકોટ:સૌરાષ્ટ્રમાં વાવણીનો વરસાદ શરૂ થતા નકલી બિયારણ પધરાવતી ટોળકી સક્રિય થઈ છે. હૈદરાબાદ સ્થિત રવિ સિડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મરચાનું બિયારણ અંકુરિત ન થતા ખેડૂતે ખેતીવાડી વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. રવિ સિડ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અનેક ખેડૂતોને મરચાનું નકલી બિયારણ પધરાવ્યું હોવાની સંભાવના સામે આવી શકે છે. જેમાં આગામી દિવસોમાં વધુ કેટલાક ખેડૂતો નકલી બિયારણ અંગેની ફરિયાદ કરે તેવી પુરી સંભાવનાઓ છે. કારણ કે, મોંઘુદાટ બિયારણ ખરીદીને ખેડૂતો ખેતરમાં વાવણી કરેલ છે પરંતુ જ્યારે આ બિયારણ અંકુરિત નથી થતું ત્યારે ખેડૂતેને રાતા પાણીએ રોવાનો વારો આવે છે.

બીજ અંકુરિત ન થતા ખેડૂતનો મરચીનો પાક નિષ્ફળ ગયો (Etv Bharat gujarat)

ખેડૂતે મરચીના બિયારણના 100 પેક ખરીદ્યા:હાલ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામના એક ખેડૂતનો આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોંડલના ઘોઘાવદર ગામે જયંતિ ઠુમ્મર દ્વારા પોતાની વાડીમાં મરચીનું વાવેતર કર્યું હતું. તેણે રવિ હાઈબ્રિડ સિડર્સ નામનું મરચીનું બિયારણ ખરીદ્યુ હતું. મરચીના 100 પેકેટ ખરીદ્યા હતા. એક પેકેટ 10 ગ્રામ આવે છે. ખેડૂતોએ મરચીના બિયારણનું વાવેતર કર્યું હતું. મરચીનું બિયારણ અંકુરિત થયું ન હતું. ખેડૂતનો મરચીનો પાક નિષ્ફળ થયો હતો. ખેડૂતે 29 મે 2024 એ ખેતરમાં રોપ માટે વાવેતર કરેલ હતું.

બીજ અંકુરિત ન થતા ખેડૂતનો મરચીનો પાક નિષ્ફળ ગયો (Etv Bharat gujarat)

મરચીના બીજ અંકુરિત ન થતા ખેડૂતે કરી ફરિયાદ:મરચીના બીજ અંકુરિતના થતા કંપની સામે ગત તારીખ 6 જુલાઈના રોજ ફરિયાદ કરી હતી. કંપનીમાંથી કોઈ પ્રત્યુતર ન આવતા ફરીથી 15 જુલાઈના રોજ ઇ-મેલ કર્યો હતો. ખેડૂતે ઇ-મેલ મારફતે ફરિયાદ કરતા બિયારણ કંપનીના કર્મચારીઓ દોડતા થયા હતા. કંપનીમાંથી કર્મચારી તા. 18ના રોજ ખેડૂતના ખેતરે વિઝીટ પર આવ્યા હતા. ખેડૂતે 15 જૂનના રોજ ખેતીવાડી વિભાગ રાજકોટ જિલ્લા ગોંડલ તાલુકામાં ફરિયાદ કરી છે. રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓએ ખેતરની તપાસ કરી છે.

જમીનમાં વાવ્યા છતા બિયારણ અંકુરિત ન થયું (Etv Bharat gujarat)

હૈદરાબાદની બિયારણ કંપની દ્વારા ઉત્પાદિત: ખેડુત સાથે થયેલ છેતરપિંડી અંગે નાયબ બગાયત નિયામકની કચેરી દ્વારા રોજ કામમાં લખ્યું છે કે, ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામના જયંતિ ઠુમ્મર મરચીના બિયારણના 10 ગ્રામ વજનના 100 પેકેટ ગોંડલ ખાતે આવેલા ઈશ્વર એગ્રોમાંથી ખરીદ્યા હતા. ગત 25 મે ના રોજ રૂપિયા 55 હજાર આપીને મરચીનું બિયારણ ખરીદ્યું હતું. આ બિયારણ હૈદરાબાદ સ્થિત રવિ હાઇડ સીટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉત્પાદિત કરવામાં આવ્યું હતું.

જમીનમાં વાવ્યા છતા બિયારણ અંકુરિત ન થયું (Etv Bharat gujarat)

છેતરપિંડી કરનાર કંપની વિરુદ્ધ કાર્યવાહીની માંગ: ખેડૂતે ફરિયાદ કરતા ડાયગ્નોસ્ટિક ટીમ દ્વારા રૂબરૂ સ્થળ ચકાસણી કરી ખેતરમાં ધારવાળીઓ કરેલી જગ્યામાં નિંદામણયુક્ત કયારીઓમાં અંદર મરચીનો ઉગાવો અંદાજિત 8 થી 12% જેવો જોવા મળ્યો હતો. જ્યારે ખેતરમાં બારીકાઈથી ખોદાણ કરી બિયારણની સ્થિતિ તપાસતા મરચાના બીજ જે તે સ્થિતિમાં અંકુરિત થયા વગરના પણ જોવા મળ્યા હતા.આ રોજ કામ કોઈની શેહ શરમ કે કોઈના દબાણના વશમાં આવ્યા વગર સારી માનસિક સ્થિતિમાં ખેડૂત ખાતેદાર અને સાક્ષીને હાજરીમાં થયેલો છે તેવું ખેડૂતે જણાવ્યું છે ત્યારે હવે ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર બિયારણ કંપની વિરુદ્ધ શું કાર્યવાહી થાય તે જોવું રહ્યું. જો કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખેડૂતે માંગ કરી છે.

  1. લોકસભા સ્પીકરની ચૂંટણીમાં આજે, ઓમ બિરલા અને કે સુરેશ વચ્ચે જંગ - LOK SABHA SPEAKER ELECTIONS
  2. CBI આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે - Arvind Kejriwal

ABOUT THE AUTHOR

...view details