અમદાવાદમાં CID ક્રાઇમે ઇન્ટરનેશનલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો (Etv Bharat gujarat) અમદાવાદ: CID ક્રાઈમ દ્વારા સ્પા અને હોટલમાં રેડ કરીને નેશનલ ઇન્ટરનેશનલ યુવતીઓના સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. તેમાં પણ ખાસ કરીને વિદેશી યુવતીઓ અને ટ્રાન્સજેન્ડર શીમેલને પણ રેડ દરમિયાન પકડવામાં આવી હતી. આ સમગ્ર સેક્સ રેકેટને તાર શોધવા માટે CID ક્રાઇમ તપાસ કરી રહી હતી અને જે સંદર્ભે ગુરુવારે રાતે વસ્ત્રાપુરમાં આવેલી શૈલી હોટલમાં જઈને તપાસ કરતા ત્યાં બે રશિયન યુવતી હતી. જેનું નામ આ રેકેટની અંદર ખુલ્યું હતું.
રશિયન યુવતીઓએ પોલીસ સાથે ઝઘડો કર્યો: આ સમગ્ર મામલે તેના ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે અને પાસપોર્ટ જોવા માટે CID ક્રાઇમની ટીમ પહોંચી ત્યારે આ રશિયન યુવતીઓએ તાયફો કર્યો હતો અને ત્યાં આવેલી પોલીસ સાથે ઝઘડો કરીને પોલીસને લાતો મારવા લાગી હતી આ સમગ્ર મામલે ત્યાં પહોંચેલી CID ક્રાઈમની ટીમને મદદ માટે વધુ મહિલા પોલીસની જરૂર પડી હતી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાંથી વધુ મહિલા ફોર્સને બોલાવવામાં આવી હતી. હાલ આ રશિયન નિવૃત્તિઓ સામે પોલીસ પર હુમલો કરવા અંગેની ફરિયાદ CID ક્રાઇમ એ ફરિયાદ નોંધાયેલી છે.
બાતમીના આધારે પોલીસે રેડ કરી:પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી શૈલી હોટલમાં CID ક્રાઈમને બાતમી મળી હતી કે, તેમણે કરેલી રેડમાં જે રશિયન યુવતી નામ હતું તે ત્યાં છે. આ કેસની અંદર તેને સાક્ષી બનાવી અને ભોગ બનનાર તરીકે તેને દર્શાવવામાં આવનાર હતી. જે સંદર્ભે તેના ડોક્યુમેન્ટ માંગવા અને વેરિફિકેશન કરવા માટે CID ક્રાઈમની ટીમમાં 1 પોલીસ ઇન્સ્પેક્ટર, 1 પુરુષ કોન્સ્ટેબલ અને 1 મહિલા કોન્સ્ટેબલ ત્યાં હોટલ પર પહોંચ્યા હતા. પરંતુ પોલીસે જ્યારે હોટલના રૂમ પર જઈને યુવતી સાથે વાત કરવાની શરૂઆત કરી ત્યારે યુવતીઓ ઉશ્કેરાઈ ગઈ હતી અને તેની દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો.
પોલીસને લાતો મારીને ઇજાગ્રસ્ત કરવાનો પ્રયત્ન:યુવતીને બહાર લાવવા માટે તેના પરિચિત ને બોલાવવામાં આવ્યા તેમ છતાં તે બહાર આવી નહીં અને થોડા સમય પછી આ યુવતીઓ જોર જોરથી બૂમો પાડતી લોબીમાં આવી હતી અને પોલીસ સાથે ઝઘડો કરવા લાગી હતી. આ સમગ્ર મામલે પોલીસ જ્યારે સમજાવી રહી હતી. ત્યારે યુવતી ઉશ્કેરાઈ ગઈ હતી અને તે પોલીસ સાથે ઝઘડો કરવા લાગી હતી. ઘણી વખત પોલીસને લાતો મારીને ઈજા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ સમયે પુરુષ અધિકારી હોવાથી તેમણે મહિલા પોલીસની વધુ જરૂર હોવાથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.
પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી: વસ્ત્રાપુર પોલીસે વધુ મહિલા ફોર્સને મોકલીને આ બંને યુવતીને જેમ તેમ કરીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. પરંતુ ત્યાં પણ તેમણે ધમાલ મચાવી હતી ત્યાં તેણે ડ્રાઇવરને લાતો મારી હતી તેટલું જ નહીં તેને સરકારી વાહનમાં બેસાડતા પહેલા તેને કાગારોળ મચાવ્યો હતો.આ અંગે CID ક્રાઈમ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ બંને યુવતીઓને સામે પોલીસ પર હુમલો કરવા સંદર્ભનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તે અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
- પશ્ચિમ રેલ્વે પોલીસ મહાનિર્દેશક દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતિ અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું - Cyber Awareness
- દ્રષ્ટિ નથી પણ સુંદરતાનું કરે છે સર્જન, જુઓ પ્રજ્ઞાચક્ષુઓએ બનાવી અદ્ભુત રાખડીઓ - Visually blind student of Bhavnagar