ગુજરાત

gujarat

ETV Bharat / state

આદિવાસી સમાજની સદીઓ જૂની પરંપરા, બડવા બનવા આપવી પડે છે અગ્નિ પરીક્ષા - Tribal tradition - TRIBAL TRADITION

છોટાઉદેપુરમાં સદીઓ જૂની પરંપરાને નિભાવતા આદિવાસી સમાજ દ્વારા ચિસાડિયા ગામના બાબા ગોળીયાના મેળામાં બળવાઓને અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. આ વિધિ શું છે અને શા માટે અગ્નિપરીક્ષા સાથે સરખાવાય છે, જુઓ આ અહેવાલમાં...

આદિવાસી સમાજની સદીઓ જૂની પરંપરા
આદિવાસી સમાજની સદીઓ જૂની પરંપરા

By ETV Bharat Gujarati Team

Published : Mar 29, 2024, 11:41 AM IST

બડવા બનવા આપવી પડે છે અગ્નિ પરીક્ષા

છોટાઉદેપુર :છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આજે પણ ગામડામાં ધાર્મિક પરંપરા મુજબ લોકોનો વહેવાર ચાલતો હોય છે. મોટાભાગની ધાર્મિક વિધિ બડવા દ્વારા કરવામાં આવતી હોય છે. ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં કોઈ માંદગી હોય અથવા મુશ્કેલી પડે તો લોકો આસ્થા સાથે બડવા પાસે જતા હોય છે. પરંતુ બડવા બનવું આસાન નથી.

બડવાની અગ્નિપરીક્ષા :છોટાઉદેપુર તાલુકાના ચિસાડિયા ગામમાં 200 વર્ષ પૂર્વેથી હોળીના પાંચમા દિવસે બાબા ગોળીયાનો મેળો યોજાય છે. જેમાં બળવા (જ્ઞાની) બનવા માંગતા હોય તેમને અગ્નિ પરીક્ષા આપવી પડે છે. હોળીના 15 દિવસના પર્વની ઉજવણી દરમિયાન બડવાઓ પણ દેવોના આશીર્વાદ લેવા દેવસ્થાનો પર જતાં હોય છે. છોટાઉદેપુર તાલુકાના ચિસાડિયા ગામે 6 જેટલા બડવાને બાબા ગોળીયાના માંચડે લટકાવી ફેરવવામાં આવ્યા હતા.

આદિવાસી પરંપરા :9 વર્ષ સુધી બડવાની પીઠમાં લોખંડના ખીલા ભોંકી માંચડા પરના આડા લાકડાના એક છેડે કપડું લપેટી માચડે ઊંધો લટકાવી દેવામાં આવે છે. માંચડાના મધ્યબિંદુથી ધરીમાં પરોવેલા આડા લાકડાના બીજા છેડે દોરડા પર એક માણસ લટકે છે. બાદમાં બળવાને ડાબેથી જમણે અને જમણેથી ડાબી તરફ ફેરવવામાં આવે છે. બળવાને ફેરવે એ સમયે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે.

કમરમાં લોખંડના ખીલા માર્યા :જ્યારે બડવાને ચાકડા પર ચઢાવવામાં આવે છે, ત્યારે પ્રથમ તેના કમરના ભાગે લોખંડના વાંકા ખીલ્લા મારવામાં આવે છે. જો એ સમયે લોહી નીકળે તો એ સાચો બડવો કહેવાતો નથી. કોઈપણ બડવાને ફરજીયાત 9 વર્ષ સુધી ચાકડે ફરવું પડે છે, જો ન ફરે તો એને સમાજ માન આપતો નથી.

બાબા ગોળીયાનો મેળો : ચિસાડિયા ગામે યોજાયેલા બાબા ગોળીયાના મેળામાં ચાકડે ચઢવા માટે 5 જેટલા બડવા આવ્યા હતા. જેમાં નાની સઢલીના સુરસિંહ મનુભાઈ રાઠવા અને ડોડીયા કેરિયા રાઠવા, ચિસાડિયાના કરશન ભૂરસિંગ ધાણક અને ગોવિંદ ફતુભાઈ રાઠવા તથા હાસડાના નમલિયા ભદુભાઈ હતા.

ચાકડે ઘુમતા બડવા : આ બડવા ધુણતા ધુણતા બાબા ગોળીયાના ચાકડા પાસે આવ્યા હતા. ત્યાં ધાર્મિક વિધિ થયા પછી સૌ ભેગા થઈ બડવાના કમરના ભાગે ખીલા ભોકી એના આધારે ચાકડા ઉપર ઊંધો લટકાવી દીધા હતા. બાદમાં બડવાને ગોળ ફેરવવાનું ચાલુ કર્યું, આ દ્રશ્ય ડરામણું લાગતું હતું. જોકે વર્ષોથી આ ચાલતી વિધિ દરમિયાન અત્યાર સુધીમાં ક્યારેય પણ કોઈ દુર્ઘટના બની નથી.

ચિસાડિયા ગામનો મેળો : સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધી બળવાની કસોટી અર્થે ચિસાડિયા, ટીમલા અને હાસડા એમ ત્રણ જગ્યાએ મેળા થતાં હતાં. પરંતુ ટીમલામાં પુજારાની હત્યા થઈ જતા મેળો બંધ થઈ ગયો છે. છેલ્લા 6 વર્ષથી ટીમલા ગામનો ગોળ ફર્યુંનો મેળો બંધ થયો છે.

આદિવાસી સમાજમાં બડવાનું મહત્વ :આદિવાસી વિસ્તારમાં હોળી પર્વમાં દરેક વ્યક્તિ જુદી જુદી વિધિ કરીને પોતાના આરોગ્ય, ધંધો, રોજગાર સારો રહે એના માટે પ્રાર્થના કરે છે. ભલે આપણે 21મી સદીની વાત કરતા હોય પરંતુ આજે પણ ગામડાઓમાં બડવા ભુવા પોતાનું વર્ચસ્વ ધરાવે છે. તેઓ દાણા-દોરા મંતરીને આપે છે, તેનો ઉપયોગ ગ્રામીણ પ્રજા શ્રદ્ધા પૂર્વક કરે છે. ઘણી વખત વહેમના વાદળોની અંદર આના પરિણામ પણ ઊંધું આવે છે.

  • ગામેગામ બડવા હોય છે. પ્રજા સમક્ષ બડવા પોતાની ક્ષમતા પુરવાર કરવા અર્થે અનેક નાની મોટી વિધિઓ કરે છે. ઉપરાંત બડવા બાબાદેવ કાળા ભરીમના આશીર્વાદ અવશ્ય મેળવે છે. જે બડવા શરૂઆતની કામગીરી કરતા હોય તેઓ ચાકડા પર ફરવા આવતા નથી.
  • આ મેળો જોવા આવેલા વિદેશી પર્યટક મરીનાએ ETV Bharat સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, હું સ્પેનથી હોળીના મેળા જોવા ગુજરાત આવી છું, અહીંયાના આદિવાસી કલ્ચર ખૂબ સરસ છે.
  1. છોટાઉદેપુરના રૂમડિયા ગામે જીવ સટોસટના ખેલ સમાન ગોળ ફેરિયાનો મેળો, દ્રશ્યો જોઈને જીવ અદ્ધર થઈ જશે - Rumdia Village Gol Feriya Melo
  2. છોટાઉદેપુરમાં ભરાતા ભંગોરિયા હાટમાં ઉમટ્યાં હજારો આદિવાસીઓ, એકસરખા પહેરવેશ સાથે નાચગાન હોળીની ઉજવણી કરી

ABOUT THE AUTHOR

...view details