ખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નિર્માણાધિન "હરે કૃષ્ણ સરોવર" પ્રોજેક્ટની મુલાકાત લીધી (Etv Bharat Gujarat) બનાસકાંઠા: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠાના સરહદી સુઇગામ તાલુકાના કુંભારખા ગામે નિર્માણ થઈ રહેલ જળસંચયના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ 'હરે કૃષ્ણ સરોવર'ની રવિવારના રોજ મુલાકાત લીધી હતી. આ સરોવરના નિર્માણ સાથે જ લોકોની સિંચાઇની સમસ્યાનું નિરાકરણ આવશે. જળસંચય માટેના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મુલાકાત લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સવજીભાઈ ધોળકિયા સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમજ સિંચાઇ વિભાગના અધિકારીઓ પાસેથી આ પ્રોજેકટની સંપૂર્ણ માહિતી મેળવી પ્રોજેકટની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રોજેકટની સમીક્ષા કરી (ETV bharat Gujarat) જળસંચય માટે આગોતરું આયોજન: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કુંભારખાના ગ્રામજનો સાથે સંવાદ કરતાં કહ્યું હતું કે, "તમારે કેવું નહી પડે ને વિકાસના કામ થતા રહેશે, તમે પણ સાથ સહકાર આપજો, જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, ત્યાં સુધી વિકાસ કામો માટે નાણાં ખૂટે એમ નથી. વડાપ્રધાન જળસંચય માટે આગોતરું આયોજન કરીને દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરાવ્યું છે. તેમની દીર્ઘદ્રષ્ટિ ને પરિણામે દેશભરમાં જળ સંચય અને જળ સંવર્ધનનું અદભુત કાર્ય થયું છે." વધુમાં તેમણે કહ્યું કે, "આ સરોવરનું કામ એટલું સરસ થવાનું છે કે આગામી સમયમાં આ સ્થળ પર્યટન સ્થળ તરીકે વિકાસ પામશે. આ સરોવર નિર્માણથી 1500 એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે."
પ્રકૃતિના સંવર્ધન અને જતનથી ઇકો સિસ્ટમ ડેવલપ: વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું કે, પ્રજા કલ્યાણ અને વિકાસની ભૂખ હોય ત્યારે આવા કામ થતા હોય છે. તેમણે રાજ્ય સરકાર અને 'સવજી ધોળકિયા ફાઉન્ડેશનનો' આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, જળસંચયના કામ માટે સરહદી વિસ્તાર સુઇગામ તાલુકાની પસંદગીથી આ વિસ્તારના લોકોના આશીર્વાદ મળશે. વરસાદી પાણીને વહી જતું અટકાવવા માટે અને પાણીનું ટીંપે ટીંપુ બચાવવા માટેનું આ લોકભાગીદારીનું કામ અન્ય ગામોને પણ પ્રેરણા આપશે. આ સરોવરથી આજુબાજુના સાત જેટલા ગામોને પાણીની સુવિધા મળશે સાથે સાથે પ્રકૃતિના સંવર્ધન અને જતનથી ઇકો સિસ્ટમ ડેવલપ થશે."
આ એક ઐતિહાસિક કામ: સવજી ધોળકિયા ફાઉન્ડેશના ચેરમેન અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયાએ ખૂબ આનંદ સાથે જણાવ્યું કે, "આખા ગુજરાતમાં અમે કામ કરીએ છીએ પણ, આ વિસ્તારના લોકોનો જે સાથ સહકાર મળ્યો એ ખરેખર અદભુત છે. આ તળાવ તમારું છે અને તમારે સાચવવાનું છે. કોઈ કામમાં નડતરરૂપ ન બનવું એ પણ એક પુણ્યનું કામ છે. સરહદી વિસ્તારમાં પાણી માટેનું આ એક ઐતિહાસિક કામ થઈ રહ્યું છે."
આટલા ગામમાં મળશે પાણાી: સવજી ધોળકિયા ફાઉન્ડેશન, ગુજરાત સરકાર અને ગામ લોકોના સહયોગથી 30 હેક્ટર જમીનમાં "હરે કૃષ્ણ સરોવર" નિર્માણની કામગીરી થઈ રહી છે. જેમાં 16 લાખ રૂપિયા ગ્રામજનોનો લોક ફાળો છે. જ્યારે સવજી ધોળકિયા ફાઉન્ડેશન અને સરકારના કોલોબ્રેશનથી અંદાજિત ચાર કરોડના ખર્ચે સરોવરનું નિર્માણ થયું છે. આ સરોવરની લંબાઈ 1360 મીટર અને પહોળાઈ 480 મીટર અને ઊંડાઈ 1 મીટર છે. સરોવરની સંગ્રહ ક્ષમતા 45 લાખ ક્યુબીક મીટર છે. આ સરોવરમાં વજાપુર, કલ્યાણપુરા, એટા, રામપુરા, ભટાસણા, રડકા, ચાત્રા ગામોનું વરસાદી પાણી ઠાલવવામાં આવશે. જેનાથી કુંભારખા, ખડોલ, ભટાસણા, રડકા, ચાત્રા, સેડવ, ઉચોસણ અને કુંભારખા ગામના અંદાજીત 500 થી વધુ ખેડૂત અને 1500 હેક્ટર જમીનમાં વપરાશ તથા સિંચાઈ માટે પાણી સંગ્રહિત થશે.
- ડાંગરના પોષણક્ષમ ભાવ અને બોઈલ ચોખામાં એક્સપોર્ટ ડયુટી ઘટાડો: રાજ્ય મંત્રીને ઓલપાડ તાલુકાની મંડળીની રજૂઆત - Increase export duty on boiled rice
- કુદરતી સૌંદર્યનો આ આહલાદક નજારો ઉત્તરાખંડનો નથી, રાજકોટના ધોરાજી પાસે આવ્યું છે આ સ્થળ - Natural Scenery of Osam mountain