ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74 મા જન્મદિન સેવાકીય કાર્યો કરીને ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદીના જન્મદિન નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો હતો. તેમણે નરેન્દ્ર મોદીના "એક પેડ માં કે નામ" અભિયાનને આગળ વધાર્યું હતું. સચિવાલય ખાતે મુખ્યમંત્રી મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા 2500થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું હતું.
સચિવાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ: સચિવાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. 'એક પેડ મા કે નામ' અંતર્ગત સચિવાલયમાં 2500 જેટલા વ્રુક્ષો વાવી એનું જતન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી મૂળુ બેરા પણ હાજર રહ્યાં હતા. વન મંત્રી મૂળુ બેરાએ જણાવ્યું કે, ગુજરાતમાં 17 કરોડ વૃક્ષો ઉછેરવાના લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.