ગુજરાત

gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરસ્વતી નદીમાં થઇ રહેલ, જળસંચય માટેની કામગીરીનું કર્યું નિરીક્ષણ - Chief Minister inspected the work

By ETV Bharat Gujarati Team

Published : Jun 30, 2024, 5:27 PM IST

પાટણના સિદ્ધપુર તાલુકામાં મુખ્યમંત્રીએ ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી સરસ્વતી નદીમાં થઇ રહેલ જળસંચય માટેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માતૃતીર્થ સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિર સામેના પટમાં નિર્માણ થઈ રહેલ રિવરફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. Chief Minister inspected the work

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરસ્વતી નદીમાં થઇ રહેલ જળસંચય માટેની કામગીરીનું કર્યું નિરીક્ષણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરસ્વતી નદીમાં થઇ રહેલ જળસંચય માટેની કામગીરીનું કર્યું નિરીક્ષણ (Etv Bharat gujarat)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરસ્વતી નદીમાં થઇ રહેલ જળસંચય માટેની કામગીરીનું કર્યું નિરીક્ષણ (Etv Bharat gujarat)

પાટણ: સિદ્ધપુર તાલુકામાં મુખ્યમંત્રીએ ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી સરસ્વતી નદીમાં થઇ રહેલ જળસંચય માટેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માતૃતીર્થ સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિર સામેના પટમાં નિર્માણ થઈ રહેલ રિવરફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. તેમજ સરસ્વતી નદીને પુનઃજીવિત કરી જળસંચય માટેના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મુલાકાત લઈ મુખ્યમંત્રીએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ કામગીરીની તલસ્પર્શી વિગતો મેળવી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલ સરસ્વતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરીની તલસ્પર્શી વિગતો સવજી ધોળકિયા તેમજ સિંચાઇ વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી. સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં જળસંચયની કામગીરી માટે એક કિલોમીટર લંબાઈ અને અડધો કિલોમીટર પહોળાઈ ધરાવતા વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે.

તર્પણ વિધિ માટે તર્પણ કુંડ બનાવવામાં આવશે: 13 માર્ચ, 2024ના રોજ શરૂ થયેલ આ પ્રોજેક્ટમાં અંદાજિત 20 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીના સમયગાળામાં 3 લાખ 20 હજાર ઘનમીટર જેટલું કામ થયું છે. આ પ્રોજેક્ટ વર્ષ 2024 ના અંત સુધીમાં પૂર્ણ થશે. સરસ્વતી નદીના પટમાં તર્પણ વિધિ માટે તર્પણ કુંડ બનાવવામાં આવશે. જેનાથી માતૃતીર્થ સિધ્ધપુર આવતા શ્રદ્ધાળુઓની સુવિધાઓમાં વધારો થશે.

મુલાકાત વખતે અધિકારીઓ રહ્યા ઉપસ્થિત:મુખ્યમંત્રીની આ મુલાકાત વખતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, પદ્મશ્રી સવજી ધોળકિયા, મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, સિંચાઇ વિભાગના સચિવ કે.પી.રાબડીયા, કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ, પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ, મદદનીશ કલેકટર હરિણી કે.આર, સિધ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ તેમજ સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  1. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUIએ હવન-રામધૂન બોલાવી GCAS પોર્ટલ અને NTAનો કર્યો વિરોધ - GCAS portal and NTA opposed
  2. હારિત શુક્લાની રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે નિમણૂક, પી. ભારતીનું સ્થાન લેશે - Harit Shukla appointed

ABOUT THE AUTHOR

...view details