ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વરની સબ જેલમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સઘન ચેકિંગ, 5 મોબાઇલ મળ્યા - 5 mobiles found in sub jail - 5 MOBILES FOUND IN SUB JAIL

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અંકલેશ્વરમાં આવેલા તાલુકા સબજેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિવિધ સેલમાંથી પોલીસને 5 જેટલા મોબાઇલ ફોન મળી આવ્યા છે. 5 mobiles found in sub jail

અંકલેશ્વરની સબ જેલમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સઘન ચેકિંગ
અંકલેશ્વરની સબ જેલમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સઘન ચેકિંગ (ETV BHARAT GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : Oct 1, 2024, 7:29 PM IST

ભરુચ: ગુજરાતની વિવિધ જેલમાંથી મોબાઇલ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અંકલેશ્વરમાં આવેલા તાલુકા સબજેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિવિધ સેલમાંથી પોલીસને 5 જેટલા મોબાઇલ ફોન મળી આવ્યા છે.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આકસ્મિક ચેકિંગ: જેલરની કેબિનમાં પણ મોબાઈલ ફોન મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવતા જેલ સત્તાધીશોમાં ફફડાટ ફેલાયો હતો. ભરૂચ SOG પોલીસે મોબાઈલ ફોન જપ્ત કરી અંકલેશ્વર A ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

અંકલેશ્વરની સબ જેલમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સઘન ચેકિંગ (ETV BHARAT GUJARAT)

પોલીસે 5 મોબાઈલ કબ્જે કર્યા: પોલીસે ચેકીંગ દરમિયાન જેલર વિપુલ સોરઠીયાની ઓફિસની પહેલા આવેલા રૂમમાં 8 કેદીઓ હાજર હોય તેઓની તપાસ કરતા કેદીઓ પાસેથી અને ટેબલના ડ્રોઅરમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે રૂ.40 હજારની કિંમતના કુલ 5 મોબાઈલ કબ્જે કર્યા હતા.

આરોપીઓ સામે ગુનો દાખલ: પોલીસે આ મામલામાં NDPS એકટના ગુનામાં સંડોવાયેલા ચિંતન પાનસુરીયા, અપહરણના ગુનામાં સંડોવાયેલા ભૌતિક લુણગરીયા, વિપુલ ભાદાણી, દીપ પટેલ અને ચિરાગ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આટલી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અપહરણ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પાસે મોબાઇલ ક્યાંથી આવ્યા તે એક તપાસનો વિષય છે. ત્યારે આ મામલે અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

સબજેલમાં અનેક વાર મોબાઇલ મળ્યા: આ ગંભીર પ્રકારના ગુના આચારનાર આરોપીઓ સબજેલમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અગાઉ ભરૂચ સબજેલમાંથી પણ અનેકવાર મોબાઇલ ફોન મળી આવવાના મામલા પ્રકાશમાં આવ્યા છે. હાલ તો બનાવ અંગે અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને મોબાઈલ ફોન જેલમાં પહોંચ્યા કેવી રીતે તે સહિતની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

  1. મોરબીના લીલાપર રોડ પર કારમાં આગ લાગતા કારમાં ફસાઈ ગયેલ યુવાનનું મોત - A youth dies in a car fire
  2. GCAએ મેન અને વુમન અંડર-19 T20 ટ્રોફી 2024-25 ટીમની જાહેરાત કરી - UNDER19 T20 TROPHY 2024 25

ABOUT THE AUTHOR

...view details