ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે દેવશયની એકાદશી ઉત્સવની ભક્તિપુર્ણ ઉજવણી કરવામાં આવી છે. આજે મંદિરમાં દર્શન તેમજ મંગળા આરતી માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. ભગવાનના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. આજથી વિવિધ વ્રત તહેવારોનો પણ પ્રારંભ થશે. ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં જતા હોવાથી કોઈપણ માંગલિક કાર્યોનો નિષેધ રહેશે.
આજથી ચાતુર્માસનો પ્રારંભ: નિહાળો સુપ્રસિદ્ધ ડાકોર ખાતે દેવશયની એકાદશીની ઉજવણી... - The legendary pilgrimage Dakor - THE LEGENDARY PILGRIMAGE DAKOR
આજથી ચાતુર્માસનો પ્રારંભ થયો છે.જે સાથે જ વિવિધ વ્રત તહેવારોનો પણ પ્રારંભ થશે. ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં જતા હોવાથી કોઈપણ માંગલિક કાર્યોનો નિષેધ રહેશે. જાણો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજના દિવસની ખાસ ઉજવણી... The legendary pilgrimage Dakor
Published : Jul 17, 2024, 3:59 PM IST
રણછોડરાયજીને વિશેષ શણગાર કરાયો: યાત્રાધામ ડાકોર ખાતે વિવિધ તિથિ તહેવારોએ રાજાધિરાજ રણછોડરાયજીને વિશેષ શણગાર કરવામાં આવે છે. આજે દેવશયની એકાદશી નિમિત્તે ભગવાન રણછોડરાયજીને સુવર્ણ આયુધોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં શંખ,ચક્ર,ગદા,પદ્મનો ભગવાનને શણગાર કરાયો હતો.સાથે જ સુવર્ણ અલંકાર પર ધારણ કરાવાયા હતા. જેમાં ભગવાનના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.
ચાતુર્માસનું વિશેષ મહત્વ: સનાતન પરંપરામાં ચાતુર્માસનું વિશેષ મહત્વ રહેલું છે.ચાતુર્માસના ચાર માસ ભગવાનની ભક્તિના માનવામાં આવે છે.ચાતુર્માસ શરૂ થતા વિવિધ વ્રત તહેવારોનો પણ પ્રારંભ થાય છે.ચાતુર્માસ દરમિયાન જપ,યજ્ઞ,અનુષ્ઠાન, હવન કરવામાં આવે છે. ચાતુર્માસમાં ભાવિકો વિશેષ તિથિઓ પર ઉપવાસ કરે છે. ચાતુર્માસ દરમ્યાન ભગવાન વિષ્ણુ શયન કરતા હોવાથી લગ્ન સહિતના કોઈપણ માંગલિક કાર્યોનો નિષેધ રહે છે.યાત્રાધામ ડાકોર ખાતે ચાતુર્માસ દરમ્યાન સુદ અને વદ એકાદશીએ શ્રી ગોમતીજીની પરિક્રમાનું પણ વિશેષ મહત્વ રહેલું છે.